Home /News /national-international /બળાત્કારી આસારામને સોશિયલ મીડિયા પર કેમ મળી રહી છે ક્લિન ચીટ!

બળાત્કારી આસારામને સોશિયલ મીડિયા પર કેમ મળી રહી છે ક્લિન ચીટ!

અંકિત ફ્રાન્સિસ

જોધપુરની વિશેષ કોર્ટે સગીરાના બળાત્કારના કેસમાં આસારામ બાપુ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર હાલ #નામથી એક હેશ ટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ હેશ ટેગ મારફતે આસારામના ભક્તો એવું સાબિત કરવા માંગે છે કે કોર્ટે તો આસારામને ક્લિન ચિટ આપી છે, પરંતુ મીડિયા જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.

કોણ છે જે આસારામને હિન્દુ યોદ્ધા બતાવી રહ્યા છે?

આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ટ્વિટર પર ધોડાપૂર આવ્યું છે. આ ટ્વિટ્સમાં આસારામને હિન્દુઓના યોદ્ધા ગણાવવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર એવું ફેલાવવામાં આવી રહ્યું છે કે આસારામ હિન્દુ સંત હોવાથી તેમને ફસાવવામાં આવી રહ્યા છે. આ વાતોને સાચી સાબિત કરવા માટે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી અને અનેક વર્તમાનપત્રોની ફોટોશોપ્ડ કરેલી તસવીરો પોસ્ટ કરવામાં આવી રહી છે.

શું છે આખો કેસ?

આસારામને 15 ઓગસ્ટ 2013ની રાત્રે રાજસ્થાનના જોધપુર સ્થિત મણાઇ આશ્રમમાં એક સગીરા સાથે રેપ કરવાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં સગીરાના પરિવારજનોએ 20 ઓગસ્ટ 2013ના રોજ દિલ્હીના કમલા નેહરુ બજાર સ્થિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.







First published:

Tags: Asaram bapu, Asaram bapu case verdict, Asaram bapu news, Asaram latest news, Asaram news, Asaram rape case, Clean chit, Jodhpur court, Social media, आसाराम, आसाराम रेप केस, जोधपुर कोर्ट, આસારામ