Home /News /national-international /આ વ્યક્તિ નાળિયેરીમાંથી બનાવે છે ક્લાસિકલ મ્યુઝીકના ઈન્સ્ટ્રુમેન્ટ્સ, વિદેશમાંથી પણ મળી રહ્યાં છે ઓર્ડર
આ વ્યક્તિ નાળિયેરીમાંથી બનાવે છે ક્લાસિકલ મ્યુઝીકના ઈન્સ્ટ્રુમેન્ટ્સ, વિદેશમાંથી પણ મળી રહ્યાં છે ઓર્ડર
શ્રીરામપુર હુગલીના રહેવાસી નાળિયરના છોતરાનો ઉપયોગ કરીને અનોખા મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે.
રામપુર હુગલીના રહેવાસી નાળિયરના છોતરાનો ઉપયોગ કરીને અનોખા મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. તેઓ નાળિયેરીના છોતરાનો ઉપયોગ કરીને વીણા, તાનપુરા, રબ્બા અને તારંગા સહિતના મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. 50 વર્ષીય બેનર્જી એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે.
હુગલીઃ શ્રીરામપુર હુગલીના રહેવાસી નાળિયરના છોતરાનો ઉપયોગ કરીને અનોખા મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. તેઓ નાળિયેરીના છોતરાનો ઉપયોગ કરીને વીણા, તાનપુરા, રબ્બા અને તારંગા સહિતના મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. 50 વર્ષીય બેનર્જી એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમના પિતા પાસેથી તે સંગીત શીખ્યા હતા. જોકે તેમણે એ અંગે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ નાળિયેરીમાંથી વિવિધ મ્યુઝીકલ ઈન્સ્ટ્રીમેન્ટ બનાવશે અને તેનું ભારતમાં અને વિદેશમાં વેચાણ કરશે. જોકે તેમણે એ વાતને કબુલતા કહ્યું હતું કે તેઓ ખાનગી કંપનીમાં કામ કરતા હોવાથી તેમને સંગીત માટે સમય મળતો નથી.
પિતા પાસેથી શીખ્યા હતા સંગીત
જોકે કોરોનાવાયરસના સમયગાળા દરમિયાન તેમને સંગીત માટે સારો એવો સમય મળ્યો હતો. જ્યારે કોરોના ચાલી રહ્યો હતો ત્યારે એક દિવસ તેઓ માર્કેટમાં ખરીદી માટે નીકળ્યા હતા અને તેમણે નાળિયરના છોતરા જોયા હતા. તેમણે એ વખતે જ વિચાર કર્યો હતો કે નાળિયેરમાંથી નાનુ ડ્રમ બનાવી શકાય. ત્યાંથી જ તેમણે તેમની આ નવી યાત્રાની શરૂઆત કરી હતી.
સોમનાથ બેનર્જીએ વીણા સહિતના ઈન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે નાળિયેરીનો ઉપયોગ કર્યો છે.
વિદેશમાંથી પણ મળી રહ્યાં છે ઓર્ડર
જોકે હાલ ભારત ઉપરાંત વિદેશમાંથી તેમને એટલા ઓર્ડર મળી રહ્યાં છે કે તેમણે તેમની જોબ છોડવાનો વારો આવ્યો છે. સોમનાથ બેનર્જીના બિઝનેસનો વ્યાપ ત્યારથી વધવાનો શરૂ થયો, જ્યારે તેમણે તેમના બનાવેલા ઈન્સ્ટ્રીમેન્ટ્સના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની શરઆત કરી. તેઓના હાથ બનાવટના સંગીતના સાધનોથી ઈમ્પ્રેસ થઈને ઘણા ગ્રાહકોએ તેમને વિદેશથી પણ ઓર્ડર આપ્યા છે.
યુવા પેઢી ક્લાસિકલ મ્યુઝીક વિશે જાણે તે જરૂરીઃ બેનર્જી
સોમનાથ બેનર્જી દ્વારા તૈયાર કરવામાં આવતા સંગીતના સાધનો દેશ-વિદેશમાં ખૂબ જ પ્રચલિત બન્યા છે. તેના પગલે હાલ ઘણા ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા અને લંડનમાં વસતા બંગાળીઓએ તેમને પોતાના ઘર માટે મ્યુઝીક ઈન્સ્ટ્રુમેન્ટ બનાવવાનો ઓર્ડર કર્યો છે. તેઓ શાં માટે માત્ર ક્લાસિકલ મ્યુઝીકના જ ઈન્સ્ટ્રુમેન્ટ્સ હાથથી ઘરે બનાવે છે, તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્ય હતું કે પહેલા દેશોમાં ક્લાસિકલ મ્યુઝીક ખૂબ જ જાણીતું હતું.
હાલ ભારત ઉપરાંત વિદેશમાંથી ઓર્ડર મોટા પ્રમાણમાં મળી રહ્યાં છે.
ક્લાસિકલ ઈન્સ્ટુમેન્ટ્સ ધીરે-ધીર ભૂલાઈ રહ્યાં છે
જોકે પશ્ચિમી સંસ્કૃતિનો રંગ લાગ્યા પછી હાલ આ મ્યુઝીક વિસરાય રહ્યું છે. જો યુવા પેઢીને આપણા ક્લાસિકલ મ્યુઝીક વિશે ખ્યાલ જ નહિ હોય તો તે ધીરે-ધીરે ભૂલાઈ લુપ્ત થઈ જશે. જેથી સામાન્ય માણસો પણ ક્લાસિકલ મ્યુઝીકના ઈન્સ્ટ્રુમેન્ટમાં રસ લેતા થાય તે હેતુથી તેમણે તેના સાધનો બનાવવાની શરૂઆત કરી.