10માં ધોરણના વિદ્યાર્થીએ બનાવ્યું UP ડીજીપીનું ફેક ટ્વિટર એકાઉન્ટ, આદેશ માનતા રહ્યા અધિકારી

News18 Gujarati
Updated: April 23, 2018, 2:03 PM IST
10માં ધોરણના વિદ્યાર્થીએ બનાવ્યું UP ડીજીપીનું ફેક ટ્વિટર એકાઉન્ટ, આદેશ માનતા રહ્યા અધિકારી

  • Share this:
10માં ધોરણનો એક વિદ્યાર્થી યુપી ડીજીપીના નામથી ટ્વિટર ચલાવી રહ્યો હતો. એટલુ જ નહી, પોલીસ અધિકારી તે ટિવટર એકાઉન્ટથી મળી રહેલા આદેશોનું પાલન પણ કરી રહ્યા હતા. ગોરખપુર પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે. માહિતી મુજબ, છેતરપિંડી કેસમાં પોલીસે કાર્યવાહી નહીં કરતા બાળકે ઉત્તર પ્રદેશ ડીજીપી ઓમ પ્રકાશ સિંહના નામથી ફેક એકાઉન્ટ બનાવ્યુ હતુ. બાળકના ભાઇએ
દુબઇમાં નોકરી મળવાના નામે 45 હજાર રૂપિયા ઠગાઇ કરી લીધા હતા. આ કિસ્સામાં પોલીસની નબળી કાર્યવાહીથી નારાજ હતો.

આ કેસમાં આરોપી અને તેના મિત્રની પોલીસે ફેક એકાઉન્ટ બનાવવાની ફરિયાદમાં ધરપકડ કરી હતી. જો કે, ડીજીપીના આદેશની કડક ચેતવણી બાદ બાળકને છોડી દીધું હતુ.

ડીજીએપીએ જણાવ્યું હતું કે, "અમે બાળક પ્રતિ સુધારાત્મક વલણ અપનાવીને છોડી દીધો છે, કારણ કે તેના વિરુદ્ધ કોઈ પ્રકારની ઍક્શન તેમના ભવિષ્ય પર અસર કરી શકે છે."

ડીજીપી ઑફિસમાં એક મહિના પહેલા દાખલ થયેલી ફરિયાદ બાદ બાળકની આ ચાલાકીની ખબર પડી. સાઇબર સેલે ગોરખપુર જીલ્લામાં ફોનને ટ્રેસ કરવાથી આ સાયબર ફોર્ડની ખબર મળી. આરોપી બાળકના ભાઇને એક વ્યક્તિએ દુબઇમાં નોકરી આપવાના બહાને 45 હજાર રૂપિયા જપ્ત કરી લીધા,ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ કરી પણ કેસ પર કોઈ સુનાવણી ન યોજાઇ. ગૉરખપુર પોલીસના વલણથી તંગ આવીને બાળકે પોલીસને હરકતમાં લઇ આવવા ફેક ટ્વિટર એકાઉન્ટ બનાવવાનો નિર્ણય કર્યો.

બાળકની મહેનત રંગ લાવી અને યુપી ડીજીપીનો આદેશ માનીને આ કેસમાં ગોરખપુર એસએસપી અને લોકલ પોલીસ હરકતમાં આવી ગઇ અને આ મામલે તરત જ એક્શન લેવામાં આવી. પોલીસે બાળકના મોટા ભાઈને બાકી રકમ આપવાનો વિશ્વાસ આપી 30 હજાર રૂપિયાની રકમ પણ પાછી આપી.જયારે ગોરખપુર એસએસપીએ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ડીજીપીને આ માહિતી મળી. ત્યારે ખબર પડી કે ડીજીપી તરફથી આ પ્રકારનો કોઈ આદેશ હતો જ નહી, ત્યારબાદ કેસની વધુ તપાસ માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
First published: April 23, 2018, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading