Home /News /national-international /ફરી મોબાઇલ ગેમ બની મોતનું કારણ, ભાઈએ ફોન લઇ લીધો તો ચોથા ધોરણની બાળકીએ આત્મહત્યા કરી

ફરી મોબાઇલ ગેમ બની મોતનું કારણ, ભાઈએ ફોન લઇ લીધો તો ચોથા ધોરણની બાળકીએ આત્મહત્યા કરી

મોબાઇલ ગેમ (Mobile game)પર રમવાની લતે ગુરુવારે એક બાળકીનો જીવ લઇ લીધો છે (પ્રતિકાત્મક તસવીર)

Crime News - ઘટના બની તે સમયે તેના માતા-પિતા બહાર હતા, ઘરમાં રહેલા ઝુલાથી ફાંસો ખાધો

મોબાઇલ ગેમ (Mobile game)પર રમવાની લતે ગુરુવારે એક બાળકીનો જીવ લઇ લીધો છે. ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)મોબાઇલમાં ગેમ રમી રહેલી ચોથા ધોરણની વિદ્યાર્થિની પાસે તેના ભાઈએ મોબાઇલ (Mobile)લઇ લીધો તો ગુસ્સામાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. તે રૂમમાં શું કરી રહી હતી તે તેનો ભાઇ સમજી શક્યો ન હતો. ઘટના બની તે સમયે તેના માતા-પિતા બહાર હતા.

સિવિલ લાયન્સ નિવાસી ડ્રાઇવર પૂરન વર્માને પાંચ બાળકો છે. સૌથી નાની નવ વર્ષીય પુત્રી લક્ષ્મી ગુરુવારે મોબાઇલમાં ગેમ રમી રહી હતી. તેના મોટા ભાઈ 12 વર્ષના રાનુએ ગેમ રમવા માટે તેની પાસેથી મોબાઇલ લઇ લેવા માટે ઝપાઝપી કરી હતી. જેના પર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રાનુએ આ પછી મોબાઇલ છીનવી લીધો હતો અને ગેમ રમવા લાગ્યો હતો. જેના કારણે ગુસ્સે થઇને તેની નાની બહેન લક્ષ્મી બીજા રૂમમાં ચાલી ગઈ હતી. ભાઇ સમજી શક્યો ન હતો કે બહેન અંદર શું કરી રહી છે.

થોડા સમય પછી ભોજન બનાવી રહેલી મોટી બહેન નિશા રૂમમાં ગઇ તો ત્યાં લક્ષ્મી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. નિશાએ આ જોઇને રાડ પાડી હતી. ભાઇ-બહેન રડવા લાગ્યા તો આજુબાજુના પડોશીઓ ઘરે પહોંચી ગયા હતા. લક્ષ્મીને ઉતારી સીએચસી સેન્ટર લઇ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો - રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઇ અગ્રસેનના સ્થળો પર CBI ના દરોડા

મોટી બહેન નિશાએ જણાવ્યું કે લક્ષ્મી ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને હોશિયાર હતી. ઘટના સમયે માતા બજારમાં ખરીદી કરવા માટે ગઈ હતી. પિતા ડ્રાઇવર છે. તે ગાડી લઇને ગયા હતા. થાનાધ્યક્ષ અનુપ દુબએ કહ્યું કે ઘટના સંજ્ઞાનમાં નથી.

બે દિવસ પહેલા શિવ્યા હતા માતાના કપડા

મૃતક બાળકીના પિતાએ કહ્યું કે લક્ષ્મી હોશિયાર હતી. સૌથી મોટો પુત્ર બહાર રહે છે. હાલમાં જ તે પોતાની પત્નીને લઇને આવ્યો હતો. લક્ષ્મીએ પોતાના ભાઇ-ભાભી પાસે સિલાઇ શીખી હતી. બે દિવસ પહેલા જ પોતાની માતા માટે કપડા શિવ્યા હતા.

ઘરમાં રહેલા ઝુલાથી ફાંસો ખાધો

પૂરન વર્માએ જણાવ્યું કે મોટી પુત્રી એક સંબંધીના વૈવાહિક સમારોહમાં સામેલ થવા માટે ઘરે આવી હતી. તેના નાના બાળક માટે ઘરમાં સાડીનો ઝુલો બનાવી રાખ્યો હતો. લક્ષ્મીએ તે સાડીના ઝુલાથી ફાંસો ખાઇ લીધો હતો. ઘટના સમયે મોટી પુક્ષી, પુત્ર રાહુ અને તેનાથી મોટો પુત્ર 15 વર્ષીય શેલેન્દ્ર ઘરમાં હતા
First published:

Tags: Crime news, Uttar Pradesh‬