બીજા ધોરણની સ્ટુડન્ટનું સ્કૂલમાં એક વર્ષ સુધી શોષણ, વાલીઓનો હોબાળો

News18 Gujarati
Updated: February 9, 2018, 3:17 PM IST
બીજા ધોરણની સ્ટુડન્ટનું સ્કૂલમાં એક વર્ષ સુધી શોષણ, વાલીઓનો હોબાળો
પ્રતિકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષની બાળકીનું તેની સ્કૂલ ટિચર દ્વારા છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું.

  • Share this:
કોલકાતાઃ કોલકાતામાં એક કોન્વેન્ટ સ્કૂલમાં બાળકોના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કૂલ ખાતે પોલીસને બોલાવવામાં આવી હતી. તેમજ પેરેન્ટ્સના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્કૂલના એક સ્ટાફને ઈજા પહોંચી છે. અહીં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક સ્ટુડન્ટ સાથે સ્કૂલની ડાન્સ ટિચર છેલ્લા એક વર્ષથી છેડછાડ કરી રહી હોવાનું માલુમ પડ્યા બાદ વાલીઓએ સ્કૂલ ખાતે હોબાળો મચાવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણ વર્ષની બાળકીનું તેની સ્કૂલ ટિચર દ્વારા છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ડાન્સ ટિચરે આ અંગે બાળકીને તેના પરિવારને કંઈ પણ કહેવા અંગે ધમકી આપી હતી. ટિચર બાળકીને આ અંગે કોઈને કંઈ કહેશે તો જીવતી સળગાવી દેવાની ધમકી આપતી હતી. જોકે, બાળકીએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

બાળકીએ ગઈકાલે તેમના પરિવારે તેની સાથે દરરોજ બનતી ઘટના અંગે વર્ણન કર્યું હતું. બાળકીના પરિવારજનો તાત્કાલિક સ્કૂલ ખાતે ધસી ગયા હતા અને ટિચરની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

શુક્રવારે સવારે સ્કૂલ ખાતે કેટલાક બાળકોના પેરેન્ટ્સ એકઠા થયા હતા અને સ્કૂલ બહાર હોબાળો મચાવ્યો હતો. પેરેન્ટ્સે સ્કૂલના પ્રિન્સિપાલ અને વહિવટી સ્ટાફની ધરપકડ કરવાની માંગણી કરી હતી. પેરેન્ટ્સે આરોપ લગાવ્યો હતો કે આ બેદરકારી માટે તેઓ જવાબદાર છે.

સ્કૂલ ખાતે દેખાવો કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે અમે બાળકીના શોષણ અંગે સ્કૂલના સત્તાવાળાઓએ સામે રજૂઆત કરી હતી, પરંતુ સ્કૂલે અમારી દલીલ ફગાવી દીધી હતી, આથી અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.

બાળકોના વાલીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે સ્કૂલના સત્તાવાળાઓએ અનેક વખત કહેવા છતાં સ્કૂલમાં સીસીટીવી કેમેરા લગાવ્યા ન હતા. ગયા વર્ષે આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં બે ટિચરે એક બાળકનું જાતિય શોષણ કર્યું હતું.નોંધનીય છે કે સ્કૂલમાં બાળકોના જાતિય શોષણના બનાવ અવાર-નવાર સામે આવી રહ્યા છે. આ માટે દરેક સ્કૂલ મેનેજમેન્ટને કેમ્પસ અને સ્કૂલની ખાસ જગ્યાઓ પર સીસીટીવી લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
First published: February 9, 2018, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading