Home /News /national-international /ધો.12માં 88%, બિઝનેસ સબ્જેક્ટની બેસ્ટ સ્ટુડન્ટ, આવી હતી રિસોર્ટમાં જોબ કરનારી અંકિતા ભંડારીની કહાની
ધો.12માં 88%, બિઝનેસ સબ્જેક્ટની બેસ્ટ સ્ટુડન્ટ, આવી હતી રિસોર્ટમાં જોબ કરનારી અંકિતા ભંડારીની કહાની
અંકિતા ભંડારીની હત્યાથી સમગ્ર ઉત્તરાખંડમાં રોષનો માહોલ છે.
અંકિતા ભંડારીની હત્યાથી સમગ્ર ઉત્તરાખંડમાં રોષનો માહોલ છે. બીજી તરફ યુવતીનો પરિવાર હજી પણ એ વાતનો સ્વીકાર કરવા તૈયા નથી કે અંકિતા હવે આ દુનિયામાં નથી. પૈડી ગઢવાલની રહેવાસી 19 વર્ષીય અંકિતા ખૂબ મહેનતુ અને હોશિયાર છોકરી હતી. આ સિવાય તે બીજાની મદદ કરવામાં પણ હમેશાં તૈયાર રહેતી હતી.
નવી દિલ્હી: અંકિતા ભંડારીની હત્યાથી સમગ્ર ઉત્તરાખંડમાં રોષનો માહોલ છે. બીજી તરફ યુવતીનો પરિવાર હજી પણ એ વાતનો સ્વીકાર કરવા તૈયા નથી કે અંકિતા હવે આ દુનિયામાં નથી. પૈડી ગઢવાલની રહેવાસી 19 વર્ષીય અંકિતા ખૂબ મહેનતુ અને હોશિયાર છોકરી હતી. આ સિવાય તે બીજાની મદદ કરવામાં પણ હમેશાં તૈયાર રહેતી હતી.
વર્ષ 2020માં આખી સ્કુલમાં પ્રથમ આવી હતી
અંકિતા સાથેની વાતચીતમાં તેના ક્લાસમેટ વિવેક કહ્યું કે મેં અંકિતા સાથે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ 2020માં તે કોમર્સમાં આખી સ્કુલમાં પ્રથમ આવી હતી. તેનો અભ્યાસ પૈડી ગઢવાલની BR મોર્ડન સ્કુલમાંથી થયો છે. ધો.12માં તેને ટોપર રહેવાની સાથે-સાથે બિઝનેશ સબ્જેક્ટમાં પણ બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો હતો. વિવિકે વધુમાં કહ્યું કે અંકિતા ક્લાસમાં ટીચરના દરેક સવાલનો જવાબ આપતી હતી. ટીચર તેને ખૂબ જ પસંદ કરતા હતા. ભણવાની સાથે તે બીજાની મદદ કરવા પણ તૈયાર રહેતી હતી
માતા આંગણવાડીમાં કામ કરે છે
અંકિતાના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. તેની માતા આંગણવાડીમાં કામ કરે છે. તેનો પરિવાર આર્થિક રીતે ખૂબ જ નબળો છે. અંકિતાના મિત્ર વિવેકે કહ્યું કે તે માત્ર અંકિતા માટે જ ન્યાય માંગે છે.
સ્કુલના પ્રિન્સિપાલે કહ્યું અંકિત હસમુખી છોકરી હતી
BR મોર્ડન સ્કુલના પ્રિન્સિપાલે કહ્યું અંકિતા એક હોશિયાર વિદ્યાર્થીની હતી. વર્ષ 2011માં તેણે સ્કુલમાં એડમિશન લીધું હતું. ત્યારે તે ધો.4ની સ્ટુડન્ટ હતી. અંકિતાનો વ્યવહાર સ્કુલમાં ખૂબ જ સારો હતો. ધો.12માં તેણે 88 ટકા સાથે કોમર્સમાં ટોપ કર્યું હતું. તે એક હસમુખી છોકરી હતી અને અભ્યાસને લઈને ખૂબ સિરિયસ હતી.
આખી સ્કુલ પીડિત પરિવારની સાથે
પ્રિન્સિપલે કહ્યું કે જયારથી અમે અંકિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા છે, અમને એ વાત માનવામાં આવી રહી નથી કે અમારી સ્કુલની હોશિયાર વિદ્યાર્થીની હવે દુનિયામાં રહી નથી. અંકિતાના હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ. ત્યારે અંકિતાને ન્યાય મળશે. તેમણે કહ્યું કે દુ:ખના આ સમયમાં અમે આખી સ્કુલ પીડિત પરિવારની સાથે છે.
શું છે સમગ્ર મામલો?
પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક પ્રાઈવેટ રિસોર્ટમાં રિસેપ્શનીસ્ટ અંકિતા ભંડારી 19 વર્ષની હતી. અંકિતા ગત 18-19 સપ્ટેમ્બરથી ગુમ હતી. પોલીસ અને SDRFની ટીમ જિલ્લા પાવર હાઉસની પાસે શક્તિ નહેરમાં શોધખોળ અભિયાન ચલાવી રહી હતી. શનિવારે સવારે એટલે કે આજે સવારે જ પોલીસને અંકિતાનું શબ મળી ગયું છે. પોલીસને અંકિતાની ડેડબોડી ચિલ્લા પાવર હાઉસની પાસેથી મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર