ટકા હોવા છતાંય પ્રવેશ ન મળતા મરાઠા વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

ફાઇલ ફોટો

વિદ્યાર્થીનીએ સ્યુસાઇડ નોટમાં લખ્યુ કે, હું આશા રાખુ છું કે મારી આત્મહત્યા પછી મરાઠાઓને અનામત મળે

 • Share this:
  એક સત્તર વર્ષની વિદ્યાર્થીનીએ મરાઠા અનામત મામલે મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં આત્મહત્યા કર્યાના સમાચાર મર્યા છે. આ વિદ્યાર્થીનીએ મરાઠાઓ માટે અનામમતની માંગણી કરી હતી. જિલ્લા પોલીસ વડા રંજન કુમાર શર્માએ જણાવ્યુ કે, કિશોરી બાબાન કાકડે નામની વિદ્યાર્થીની અગિયારમાં ધોરણમાં ભણતી હતી. આ વિદ્યાર્થીનીએ હોસ્ટેલનાં રૂમની છતનાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.

  કિશોરીએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. તેણીએ લખ્યુ હતું કે, મરાઠાઓને અનામત મળે એટલા માટે આત્મહત્યા કરી રહી છે. તેણીએ એ પણ લખ્યુ કે, તેને દશમા (10)માં ધોરણમાં 89 ટકા આવ્યા હતા પણ તેને અગિયારમાં ધોરણમાં સાયન્સમાં તેને પ્રવેશ મળ્યો નહોતો.

  કિશોરીના પિતા ખેડૂત છે અને તેના ભણતર માટે તેમમણે 8000 રૂપિયા ફી ભરી હતી. તેનો પરિવાર ગરીબ હતો. વિદ્યાર્થીનીની આ ફી તેમના માટે બોજ સમાન હતી. વિદ્યાર્થીનીએ એવું પણ નોંધ્યુ હતુ કે, અનામત વર્ગમાં આવતી વિદ્યાર્થીનીઓને સરકારની ગ્રાન્ટ મળતી શાળાઓમાં 76 ટકાએ પણ પ્રવેશ મળ્યો હતો પણ તે અનામત વર્ગમાં ન આવતી હોવાથી તેને પ્રવેશ ન મળ્યો.

  આ પણ વાંચોઃ તમે બિન અનામત વર્ગમાં આવો છો ? તો તમારા માટે આ રહી સરકારી યોજનાઓ  

  પોલીસે વિદ્યાર્થીની સ્યુસાઇડ નોટને ટાંકીને જણાવ્યુ કે, વિદ્યાર્થીનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તે પોતે મરાઠા હોવાથી તેની સાથે ભેદભાવ રાખવામાં આવતો. મરાઠાને શિક્ષણમાં અનામત મળતી નથી.

  આ પણ વાંચો દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએઃ BJPના મંત્રી હરી ચૌધરીનું મોટું નિવેદન

  તેણીએ એવી આશા રાખી હતી કે, તેની આત્મહત્યાથી મરાઠાઓ માટે અનામતનાં આંદોલનને વેગ મળશે. અનામત માટે વિદ્યાર્થીનીએ કરેલી આત્મહત્યા પછી વિવિધ મરાઠા સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.

  છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં મરાઠાઓ દ્વારા અનામત મળે એ માટે આંદોલન ચાલી રહ્યુ છે.  ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે એ માટે હાર્દિક પટેલ દ્વારા ત્રણ વર્ષથી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે.  દેશભરમાં વિવિધ રાજ્યોમાં વિવિધ જ્ઞાતિઓ દ્વારા તેમને અનામત મળે એ માટે આંદોલનો ચાલી રહ્યા છે.

  આ પણ વાંચોઃ  નરસિંહ રાવના રસ્તે કોંગ્રેસ, સવર્ણો માટે 10 ટકા અનામતની માંગ
  Published by:Vijaysinh Parmar
  First published: