કોલકાતામાં અમિત શાહ પર હુમલો, અનેક વાહનોને આગચંપી, રોડ શો પર પથ્થરમારો

  • Share this:
    કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી, કેટલાક શખ્સો દ્વારા અમિત શાહ જે વાહનમાં બેસી રોડ શો કરી રહ્યાં હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

    મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું. કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલા ભાજપ કાર્યકર્તાઓ અને TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનું કહેવામાં આવી રહ્યું છે.



    અમિત શાહના રોડ શો દરમિયાન થયેલા ઘર્ષણ બાદ મામલો બિચક્યો છે, આ દરમિયાન ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પાડવામાં આવી છે. પોલીસ હજુ પણ સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. તથા વધુ સુરક્ષાદળની મદદ લેવામાં આવી રહી છે.





    ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હતા.


    કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે મંચ તોડવાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિત શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા હતા.

    ઘટનામાં ઘાયલ થયેલા લોકોનું કહેવું છે કે TMCના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.


    કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે મંચ તોડવાના આદેશ આપ્યા હતા.


    એટલું જ નહીં ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિત શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published: