મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સામે જ કુલ્લુના SP અને CM સિક્યોરિટી ઇન્ચાર્જ વચ્ચે બથ્થમબથ્થી, જુઓ video

ઘટના સ્થળની તસવીર

Himachal News: સીએમ સિક્યોરિટી ઇન્ચાર્જ એડિશનલ એસપી બૃજેશ સૂદ ફોરલેન પ્રભાવિતની એરપોર્ટની બહાર ઊભા રહેવાની વાતને લઈને એસપી કુલ્લુ ગૌરવ સિંહ ઉલજી ગયા હતા. આ દરમિયાન ચરસાચરસી થઈ હતી. ગૌરવે સૂદને એક થપ્પડ મારી દીધી હતી.

 • Share this:
  કુલ્લુઃ હિમાચર પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભુંતર એરપોર્ટ ઉપર કુલ્લુ પોલીસ અધિક્ષક અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા ઇન્ચાર્જ વચ્ચે ચરસાચરસી થઈ અને પછી અચાનક વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટના એરપોર્ટ બહાર બની હતી જ્યારે સીએમ સિક્યોરિટી ઇન્ચાર્જ એડિશનલ એસપી બૃજેશ સૂદ ફોરલેન પ્રભાવિતની એરપોર્ટની બહાર ઊભા રહેવાની વાતને લઈને એસપી કુલ્લુ ગૌરવ સિંહ ઉલજી ગયા હતા. આ દરમિયાન ચરસાચરસી થઈ હતી. ગૌરવે સૂદને એક થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડીને બચાવવાની કોશિશ પણ કરી હતી. આ સમયે એક અન્ય સીએમ સીક્યોરિટી કર્મીએ એસપી ગૌરવને માતો પણ મારી હતી.

  આ આખા મામલામાં ચૌંકાવનારી વાત એ છે કે આખી ઘટના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સામે થઈ હતી. તેઓ કેન્દ્રી મંત્રી નિતિન ગડકરના પગલે કુલ્લુ પહોંચ્યા હતા. આખી ઘટના ગડકરી પ્રવાસ દરમિયાન થઈ હતી.

  શું છે આખો મામલો
  ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ચાર દિવસ હિમાચલ પ્રવાસ ઉપર છે. આ દરમિયાન કુલ્લુ પહોંચ્યા હતા. તેમની સાથે સીએમ જયરામ પણ હાજર હતા. ભુંતર એરપોર્ટની બહાર ફોરલેન બનવાના કારણે પ્રભાવિત લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસ તેમને રોકી રહી હતી.

  આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

  આ દરમિયાન સૂદ અને એસપી ગૌરવ વચ્ચે સુરક્ષા કારણો લઈને ચર્ચા થઈ હતી. અને ચર્ચા દરમિયાન અચાનક ગૌરવે સૂદને થપ્પડ મારી દીધી હતી. અચાનક થયેલા આ ઘટના ક્રમને જ્યારે સૂદ સમજતા એટલામાં અન્ય પોલીસકર્મીઓ વચ્ચે આવ્યા અને એક અન્ય પોલીસકર્મીએ એસપી ગૌરવને લાગો મારવા લાગ્યો. અધિકારીઓને અન્ય પોલીસ કર્મી ગાડીઓની પાછળ લઈ ગયા.

  આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

  આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

  રોકાયા વગર જ નીકળી ગયો સીએમ કાફલો
  આખી ઘટનાક્રમ દરમિયા સીએમનો કાફલો ત્યાં હાજર હતો. પરંતુ બંને અધિકારીઓ વચ્ચે છૂટાહાથની મારામારી થતાં પ્રદર્શન કરનાર લોકો સીએમના કાફલા સામે આગળ વધી ગયા. આ દરમિયાન અન્ય પોલીસકર્મચારીઓએ મામલાને સંભાળ્યો અને પ્રદર્શનકારીઓને રોકીને સીએમના કાફલાને આગળ રવાના કરી દીધો.

  આ મામલામાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે ભુંતર જિલ્લા કુલ્લુ પોલીસના કેપ્ટન અને સીએમ સુરક્ષા અધિકારી વચ્ચે થયેલા મામલા અંગે તપાસ કમીટી બનાવવામાં આવશે. જ્યાં આ મામલા ઉપર ડીજીપી સંજય કુંડૂ બોલ્યા કે ડીઆઈજી ઘટના સ્થળ ઉપર ગયા છે હું આ અંગે કંઈ જ કહેવા માંગતો નથી.
  Published by:ankit patel
  First published: