લદાખમાં ચીની સેના સાથે સંઘર્ષ, ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ

News18 Gujarati
Updated: June 16, 2020, 1:49 PM IST
લદાખમાં ચીની સેના સાથે સંઘર્ષ, ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ
જો કે વાતએ છે ચીનની સીમા અને તેના નક્શાની સાઇઝ વધતી જ જાય છે. અતિક્રમણ અને સીમા વિવાદએ ચીનની જૂની રણનીતિનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ચીનની સાથે વિશ્વના 14 દેશોની સીમા લાગે છે. જાપાન, દક્ષિણ કોરિયા, વિયતનામ અને ફિલિપીન્સ સાથે તેને સમુદ્રી સીમા વિવાદ પણ ચાલી રહ્યું છે. વિશાળ સેનાના દમ પર ચીન પોતાના નક્શો વધરાતું જ જાય છે.

‘ગૈલવાન ઘાટીમાં ડિ-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે બંને સેનાઓનો આમનો-સામનો થઈ ગયો, જેમાં આપણા જવાન શહીદ થયા’

  • Share this:
સંદીપ બોલ, નવી દિલ્હીઃ ભારત અને ચીન (India-China Faceoff)ની વચ્ચે લદાખ સરહદ (Ladakh Border) પર બંને સેનાઓની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઘર્ષણ થયું છે, જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. સેના તરફથી જાહેર અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગૈલવાન ઘાટીમાં ડિ-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે બંને સેનાઓનો આમનો-સામનો થઈ ગયો, જેમાં આપણા જવાન શહીદ થયા. તેમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક સામેલ છે. બંને પક્ષોના વરિષ્ઠ સૈનય અધિકારી હાલનો તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.

આ મામલે ચીનના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘એ ભારત પર નિર્ભર છે કે આ મામલાને સહયોગથી ઉકેલે કે પછી એકતરફી કાર્યવાહી કરીને.’


ભારત-ચીન વચ્ચે ઘર્ષણ Updates:- ઈન્ડિયન આર્મી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, હિંસક ઘર્ષણમાં બંને તરફ જાનહાનિ થઈ છે.

- રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણ સર્વિસ ચીફ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે આ મામલે મીટિંગ કરી છે. મીટિંગમાં તાજેતરમાં લદાખમાં ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી.

ગત મહિનાની શરૂઆતમાં ગતિરોધ શરૂ થયા બાદ ભારતીય સૈન્ય નેતૃત્વએ નિર્ણય કર્યો હતો કે ભારતીય સૈનિક પૈંગોંગ સો, ગલવાન ઘાટી, ડેમચોક તથા દૌલત બેગ ઓલ્ડીના તમામ વિવાદિત ક્ષેત્રોમાં ચીની સૈનિકોના આક્રમક અંદાજનો સામનો કરવા માટે કડક વલણ અપનાવશે.

આ પણ વાંચો, UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબઃ આરોપ મૂકતાં પહેલા પોતાની જાત સામે જુઓ

ચીની સેના LoCની પાસે ધીમે-ધીમે પોતાના વ્યૂહાત્મક ભંડાર વધારતી રહી છે અને તેણે ત્યાં તોપો અને અન્ય ભારે સૈન્ય ઉપકરણ પહોંચાડ્યા છે. હાલનો ગતિરોધ શરૂ થવાના કારણે પૈંગોંગ સો લેકની આસપાસ ફિંગર ક્ષેત્રમાં ભારતના એક મહત્વપૂર્ણ માર્ગ નિર્માણનો ચીન દ્વારા કરવામાં આવતો આકરો વિરોધ છે. આ ઉપરાંત ગલવાન ઘાટીમાં દારબુક-શયોક-દૌલત બેગ ઓલ્ડીને જોડનારા વધુ એક રોડના નિર્માણ ઉપર પણ ચીન વિરોધ વ્યક્ત કરતું રહ્યું છે.

ભારતીય જવાનોની પેટ્રોલિંગ કરવાના હિસાબથી મહત્વપૂર્ણ છે રોડ

પૈંગોંગ સોમાં ફિંગર ક્ષેત્રમાં રોડને ભારતીય જવાનોના પેટ્રોલિંગના હિસાબથી મહત્વનો માનવામાં આવે છે. ભારતે પહેલા જ નક્કી કરી લીધું છે કે ચીની વિરોધના કારણે તેઓ પૂર્વ લદાખમાં પોતાની કોઈ સરહદી આધારભૂત યોજનાઓને નહીં રોકે.

બંને દેશોના સૈનિક ગત 5 અને 6 મેના રોજ પૂર્વ લદાખના પૈંગોંગ સો ક્ષેત્રમાં પરસ્પર સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં બંને પક્ષોના સૈનિકો ઘાયલ થયા હતા. આ સંઘર્ષમાં ભારત અને ચીનના લગભગ 250 સૈનિક સામેલ હતા.

આ પ્રકારની અન્ય ઘટનામાં 9 મેના રોજ ઉત્તર સિક્કિમ સેક્ટરમાં નાકૂ લા પાસની નજીક લગભગ 150 ભારતીય અને ચીની સૈનિક પરસ્પર સામસામે આવી ગયા હતા.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા
First published: June 16, 2020, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading