રસીકરણ અભિયાન અંગે ચાલતી ગેરમાન્યતા-શંકાની સામે નીતિ આયોગની સ્પષ્ટતા, રસીના રાજકારણ અંગે કહ્યું આવું

રસીકરણ અભિયાન અંગે ચાલતી ગેરમાન્યતા-શંકાની સામે નીતિ આયોગની સ્પષ્ટતા, રસીના રાજકારણ અંગે કહ્યું આવું
પ્રતિકાત્મક તસવીર

વિશ્વમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. જોકે, રસીકરણ અભિયાન મામલે અત્યારે કેટલાક માન્યતા, શંકા અને જૂઠાણા ફેલાવાઈ રહ્યા છે. બેજવાબદાર નિવેદનો, અર્ધસત્ય અને અસત્યના કારણે આ માન્યતા ઉભી થઇ છે. ત્યારે નીતિ આયોગના સદસ્ય(આરોગ્ય) અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેકસીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19 (NEGVAC)ના અધ્યક્ષ ડો. વિનોદ પૌલે આ માન્યતા- શંકાને દૂર કરવા અલગ અલગ મુદ્દે તથ્ય રજૂ કર્યા છે.

  • Share this:
વિશ્વમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. જોકે, રસીકરણ અભિયાન મામલે અત્યારે કેટલાક માન્યતા, શંકા અને જૂઠાણા ફેલાવાઈ રહ્યા છે. બેજવાબદાર નિવેદનો, અર્ધસત્ય અને અસત્યના કારણે આ માન્યતા ઉભી થઇ છે. ત્યારે નીતિ આયોગના સદસ્ય(આરોગ્ય) અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેકસીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19 (NEGVAC)ના અધ્યક્ષ ડો. વિનોદ પૌલે આ માન્યતા- શંકાને દૂર કરવા અલગ અલગ મુદ્દે તથ્ય રજૂ કર્યા છે.

અહીં જાણો મિથક અને તથ્યો• કેન્દ્ર સરકાર વિદેશથી રસી ખરીદવા પૂરતા પ્રયત્નો કરી રહી નથી

તથ્ય: કેન્દ્ર સરકાર વર્ષ 2020ના મધ્ય ભાગથી જ ટોચના આંતરરાષ્ટ્રીય વેક્સિન ઉત્પાદકો સાથે સતત સંપર્કમાં છે. આ માટે ફાયઝર, મૉડર્ના અને જેજે સાથે અનેક તબક્કામાં ચર્ચા થઈ ચૂકી છે. ભારત સરકારે તેમને રસીના ઉત્પાદન કે સપ્લાય માટે સહાયતા આપવાની ઓફર કરી હતી. અલબત્ત આ રસી મફતમાં નથી મળી રહી. રાષ્ટ્રીય સ્તરે રસી ખરીદવું 'ઓફ ધી શેલ્ફ' આઇટમ ખરીદવા સમાન નથી. વૈશ્વિક સ્તરે રસી મર્યાદિત પ્રમાણમાં છે અને સ્ટોક વિતરણ કરવામાં કંપનીઓની પોતાની પ્રાથમિકતા, ગેમ પ્લાન અને મજબૂરી હોય છે. કંપનીઓ તેમના મૂળ દેશને પ્રાધાન્ય આપે છે. જે રીતે આપણા દેશમાં આપણી કંપનીઓએ પ્રાધાન્ય આપ્યું છે. ફાયઝર રસી આપવા અંગે સંકેત મળતા જ કેન્દ્ર સરકારે તૈયારી કરી હતી. આયાત માટે સરકાર અને કંપની સંયુક્ત રીતે કામ કરી રહી છે. ભારત સરકારના પ્રયત્નોના કારણે સ્પુતનિક રસીના પ્રયોગોમાં ઝડપ આવી અને સમયે માન્યતા મળી ગઈ. રશિયાએ રસીના બે જથ્થા મોકલી દીધા છે. ટેકનોલોજી ટ્રાન્સફર થતા જ આપણી કંપની ઝડપથી નિર્માણ કરી શરૂ કરી દેશે. વિશ્વના રસી ઉત્પાદકોને ભારતમાં આવી ઉત્પાદન કરવાનો અમે અનુરોધ કર્યો છે.

• કેન્દ્રએ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ રસીને મંજૂરી નથી આપી

કેન્દ્ર સરકારે એપ્રિલમાં જ યુએસ એફડીએ, ઇએમએ, યુકેના એમએચઆરએ અને જાપાનના પીએમડીએ અને ડબ્લ્યુએચઓની ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ દ્વારા રસીના પ્રવેશને સરળ બનાવ્યો છે. આ રસીને વધારાના ટ્રાયલમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. અન્ય દેશોમાં ઉત્પાદિત રસીઓના પરીક્ષણની આવશ્યકતાને સંપૂર્ણપણે દૂર કરવા માટે જોગવાઈમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. મંજૂરી માટે કોઈપણ વિદેશી મેન્યુફેક્ચરરની અરજી ડ્રગ્સ કંટ્રોલર પાસે પેન્ડિંગ નથી.

• સ્થાનિક સ્તરે રસી ઉત્પાદનમાં ઝડપ વધારવા કેન્દ્ર પૂરતા પ્રયાસ નથી કરતી

કેન્દ્ર સરકાર વર્ષ 2020ની શરૂઆતથી જ વધુ કંપનીઓ રસીના ઉત્પાદનમાં સક્ષમ બને તે માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે. એકમાત્ર ભારત બાયોટેક પાસે આઈપી છે. કેન્દ્ર સરકારે ભારત બાયોટેકને પ્લાન્ટ્સ વધારવા અને અન્ય કંપનીઓ-પ્લાન્ટસ શરૂ થાય તે સુનિશ્ચિત કર્યું છે. કોવેકસીનના ઉત્પાદન માટે પ્લાન્ટની સંખ્યા 1થી વધારીને 4 કરાયા છે.

ભારત બાયોટેક દ્વારા કોવાક્સિનનું ઉત્પાદન દર મહિને 1 કરોડથી વધારી 10 કરોડ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ત્રણેય જાહેર સંસ્થા ડિસેમ્બર સુધીમાં 40 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખશે. સરકારના સતત પ્રોત્સાહનથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર મહિને કોવિશિલ્ડના 6 કરોડ ડોઝના સ્થાને 11 કરોડ ડોઝનું ઉત્પાદન કરી રહી છે. સ્પુતનિકનું ઉત્પાદન ડો. રેડ્ડીઝ દ્વારા સંચાલિત 6 કંપનીઓમાં થાય તેની વાટાઘાટ પણ રશિયા સાથે થઈ છે. કેન્દ્ર સરકાર ઝાયડસ કેડિલા, BioE તેમજ જીન્નોવાને તેમના સંબંધિત સ્વદેશી રસીઓ માટે કોવિડ સુરક્ષા યોજના હેઠળ મદદ કરી રહી છે. ભારત બાયોટેકની સિંગલ ડોઝ ઇન્ટ્રાનાસલ રસી ભારત સરકારના ભંડોળથી સારી રીતે પ્રગતિ કરી રહી છે. જે વિશ્વ માટે ગેમ-ચેન્જર હોઈ શકે છે. આપણા રસી ઉદ્યોગ દ્વારા 2021ના ​​અંત સુધીમાં 200 મિલિયનથી વધુ ડોઝનું ઉત્પાદનનું અનુમાન સરકારના સતત ટેકો અને ભાગીદારીનું પરિણામ છે. ઉત્પાદનમાં ડીએનએ અને એમઆરએનએલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. કેટલાક દેશો આવા સપના પણ ન જોઈ શકે. ભારત સરકાર અને રસી ઉત્પાદકોએ આ મિશનમાં ટીમ ઈન્ડિયા તરીકે કામ કર્યું છે.

• કેન્દ્રએ ફરજિયાત લાઇસન્સ અમલમાં મૂકવું જોઈએ

ફરજિયાત લાઇસન્સમાં કોઈ મહત્વની ‘ફોર્મ્યુલા’ ન હોવાથી તે સુચરુ વિકલ્પ નથી. અલબત્ત સક્રિય ભાગીદારી, માનવ સંસાધનોની તાલીમ, કાચા માલનું સોર્સિંગ અને ઉચ્ચતમ સ્તરના બાયો-સિક્યોર લેબોરેટરીની જરૂરી રહે છે. ટેક ટ્રાન્સફર મહત્વની ચાવી છે. જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હાથ ધરનારી કંપનીના હાથમાં રહે છે.

હકીકતમાં ફરજિયાત લાઇસન્સિંગ કરતા અમે એક પગલું આગળ છીએ. કોવેક્સિનના ઉત્પાદનને વધારવા માટે ભારત બાયોટેક અને 3 અન્ય કંપનીઓ વચ્ચે સક્રિય ભાગીદારીની ખાતરી આપી રહ્યા છીએ. સ્પુતનિક માટે પણ એકસરખી પદ્ધતિનું પાલન કરવામાં આવી રહ્યું છે. વિચારવા જેવી બાબત એ છે કે, મોડર્નાએ 2020ના ઓક્ટોબર મહિનામાં કહ્યું હતું કે તેના જેવી રસી બનાવનાર કોઈ કંપની સામે તે દાવો કરશે નહીં. પરંતુ હજી સુધી એક પણ કંપનીએ તેના જેવી રસી બનાવી નથી, જે બતાવે છે કે લાઇસન્સ આપવું એ મોટો મુદ્દો નથી. જો રસી બનાવવી એટલી સરળ હોત તો વિકસિત દેશોમાં પણ રસીના ડોઝથી કેમ ઓછા છે?

• કેન્દ્રએ પોતાની જવાબદારી છોડી દીધી

કેન્દ્ર સરકાર વેક્સિન ઉત્પાદકોને નાણાં આપી રહી છે. ઉત્પાદનમાં ઝડપ આવે તે માટે સરકાર તુરંત મંજૂરી આપી રહી છે. વિદેશી રસી ભારતમાં લાવવાના પ્રયાસ કરી રહી છે. આ તમામ ભારેખમ કામ કર્યા બાદ કેન્દ્ર સરકાર ખરીદેલી રસી વિનામૂલ્યે લોકોને મળે તે માટે રાજ્ય સરકારને આપી રહી છે. રાજ્ય સરકારો પણ પોતે રસીની ખરીદી કરી શકે તે માટે સક્ષમ બનાવાઈ છે. રાજ્ય સરકારોને દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારવા અને વિદેશમાંથી રસી પ્રાપ્ત કરવા પાછળ શું તકલીફ છે? તેનો ખ્યાલ છે. ભારત સરકારે જાન્યુઆરીથી એપ્રિલ સુધી રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. મે મહિનાની સરખામણીમાં આ અભિયાન સારી રીતે ચાલ્યું હતું. પરંતુ જે રાજ્યોએ 3 મહિનામાં હેલ્થકેર વર્કરો અને ફ્રન્ટલાઈન કામદારોને પણ રસી ન આપી, તેઓ હવે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા અને વધુ વિકેન્દ્રિકરણ ઇચ્છે છે. રસીમાં ઉદાર નીતિ પણ રાજ્યોની વિનંતીના કારણે અમલમાં મુકાઈ હતી. અમે રાજ્યોને જેમ પહેલા દિવસથી કહી રહ્યા હતા તેમ ગ્લોબલ ટેન્ડરના કોઈ પરિણામ નથી મળી રહયા. વિશ્વમાં રસીની પુરવઠો પૂરતો નથી. રસી ટૂંકા ગાળામાં બનાવવી સરળ પણ નથી.

• કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરતી રસી નથી આપતી

કેન્દ્ર સરકાર નિયમ મુજબ પારદર્શક રીતે રાજ્યોને પૂરતી રસીઓ ફાળવી રહી છે. રાજ્યોને પણ રસીની ઉપલબ્ધતા અંગે આગોતરી જાણ કરવામાં આવી રહી છે. રસીનો જથ્થો નજીકના ભવિષ્યમાં વધશે. જેથી વધુ સપ્લાઈ શક્ય બનશે. બિન-સરકારી ચલણમાં રાજ્યોને 25% અને ખાનગી હોસ્પિટલોને 25% ડોઝ મળે છે. કેટલાક નેતાઓને રસી પુરવઠા અંગેની તથ્યોની સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેઓ ટીવી આવી લોકોમાં ગભરાટ પેદા કરે છે. આ રાજકારણ રમવાનો સમય નથી. આ લડાઈમાં આપણે બધાએ એક થવું જોઈએ.

• બાળકોને રસીકરણ માટે કોઈ પગલાં નથી લેવાયા

આજની સ્થિતિએ વિશ્વનો કોઈ દેશ બાળકોને રસી આપી રહ્યો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સલાહ નથી આપી. બાળકોમાં રસીઓની સલામતી વિશેના અભ્યાસ કરવામાં આવ્યા છે, જે પ્રોત્સાહક છે. ભારતમાં પણ તે ટૂંક સમયમાં શરૂ થશે. કેટલાક લોકો રાજકારણ રમવા માંગે છે, જેથી વોટ્સએપ ગ્રુપમાં આવતા પેનિકના આધારે બાળકોને રસી આપવાનો નિર્ણય લેવો જોઈએ નહીં. પરીક્ષણના આધારે પૂરતા ડેટા ઉપલબ્ધ થયા પછી નિર્ણય લેવાશે.
Published by:News18 Gujarati
First published:May 27, 2021, 18:21 pm

ટૉપ ન્યૂઝ