Home /News /national-international /

CJIને જ ન હતી ઇન્દુ મલ્હોત્રાની નિમણૂકની જાણકારી!

CJIને જ ન હતી ઇન્દુ મલ્હોત્રાની નિમણૂકની જાણકારી!

    સીનિયર વકીલ ઇન્દુ મલ્હોત્રાને સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાના ફેંસલા પછી ન્યાયપાલિકા અને કાર્યપાલિકા વચ્ચેનો વિવાદ ફરી સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ તરફથી મોકલેલા જજોના નામને બાજુએ રાખીને ઇન્દુ મલ્હોત્રાની નિયુક્તિ અંગે કેન્દ્ર સરકારના એકતરફના નિર્ણયથી નારાજ છે.

    સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જાન્યુઆરીમાં એવા જજોના નામની ભલામણ કરી હતી જેને અપગ્રેડ કરવાના હતાં. જેમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ કે. એમ. જોસેફનું નામ પણ સામેલ હતું. પરંતુ કાલે બુધવારે કેન્દ્ર સરકારે માત્ર ઇન્દુ મલ્હોત્રાના નામને મંજૂરી આપી છે. જે પછી જસ્ટિસ કે. એમ. જોસેફ સાથે કેટલાક જજોનું નામ પેન્ડિંગ લિસ્ટમાં મુકી દીધું છે. જસ્ટિસ જોસેફ અત્યારે ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.

    સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકારે કોલેજિયમે મોકલેલી લિસ્ટમાંથી નામો અલગ કરવાનાન નિર્ણયમાં સીજેઆઇ દિપક મિશ્રાને સાથે રખાયા ન હતા. કેન્દ્રે ન તો ઇન્દુ મલ્હોત્રાના નામને ફાઇનલ કરતી વખતે સીજેઆઈ સાથે ચર્ચા કરી હતી કે ન તો તેમની કોઇ સલાહ લીધી હતી. સરકારના આ એકતરફના નિર્ણયથી સુપ્રીમના ઘણાં જજો નારાજ છે. ખાસ કરીને એ કે જે જજ કોલેજિયમનો ભાગ છે.

    CNN-News18ના સૂત્રોએ જણાવ્યું કે આ વાત પર વિસ્તૃત ચર્ચા કરવા માટે જજોએ આજે ગુરુવારે એક મહત્વની મિટીંગ બોલાવી છે. જેમાં સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાશે. સુપ્રીમ કોર્ટના ઘણાં જજોનું માનવું છે કે સરકારે સંવિઘાન સામે કામ કર્યું છે અને આવું કરીને તેમણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા સામે આવવાનો પ્રયત્ન કર્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Chief Justice of India Dipak Misra, CJI, Dipak misra, Supreme Court

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन