Home /News /national-international /CJIએ SCના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, અનિલ અંબાણીના કેસમાં આદેશ સાથે કરી હતી છેડછાડ

CJIએ SCના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, અનિલ અંબાણીના કેસમાં આદેશ સાથે કરી હતી છેડછાડ

અનિલ અંબાણીની ફાઇલ તસવીર

જે આદેશ સાથે છેડછાડ કરાઈ તે અનિલ અંબાણીના પક્ષમાં હતો. તપાસમાં બહાર આવ્યું કે સુપ્રીમ કોર્ટના બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે આદેશની નકલમાંથી જજનું નિવેદન કાઢીને વેબસાઇટ પર ચુકાદો અપલોડ કર્યો હતો.

ન્યૂઝ 18 ગુજરાતી: રિલાયન્સ કૉમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી પર સુપ્રીમ કોર્ટની અવગણનાના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સાથે છેડછાડ કરવાના આક્ષેપમાં દેશના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના બે અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

તપાસમાં બહાર આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે આ કેસની નકલ સાથે છેડછાડ કરી હતી. મુખ્ય ન્યાયાધીશે બંને અધિકારીઓને ફરજમુક્ત કર્યા છે.

આ કેસની ફરિયાદ જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમને કરી હતી. તેઓ અનિલ અંબાણી વિરુદ્ધ કોર્ટની અવગણનાના કેસની સુનાવણી કરી રહ્યાં હતા. જસ્ટિસ નરીમને ફરિયાદ હતી કે બે અધિકારીઓએ તેમના નિવેદનને ચુકાદાની નકલમાંથી બાકાત કરી અને ચુકાદો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની તપાસમાં બંને અધિકારીઓ કસુરવાર ઠર્યા હતા.

બંધારણના અનુચ્છેદ 311 અને સેક્શન 11 (13) અંતર્ગત મુખ્યન્યાયાધીશ પાસે વિશેષઅધિકાર છે કે તેઓ ચોક્કસ સ્થિતિમાં કોઈ પણ કર્મચારીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર સસ્પેન્ડ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે ચુકાદામાં બે અધિકારીઓએ છેડછાડ કરી તે અનિલ અંબાણીના પક્ષમાં હતો, તેમ છતાં ન્યાયાધીશના નિવેદનની બાદબાકી કરવાની ભૂલ બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ભારે પડી હતી.
First published:

Tags: Anil Ambani, Supreme Court, Suspension, વિવાદ