નવી દિલ્હી : રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) પ્રૉપર્ટી વિવાદ (Property Dispute)માં ટૂંક સમયમાં ચુકાદો આવવાની આશા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (Chief Justice of India) રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ આ મામલે 18 ઑક્ટોબર સુધી સુનાવણી પૂરી કરવાનો આદેશ આપ્યો છે. તેઓએ કહ્યુ કે, સુનાવણી માટે હવે એક પણ વધુ દિવસ નહીં આપવામાં આવે. ચીફ જસ્ટિસ મુજબ, જો એવું ન થયું તો પછી ચાર સપ્તાહની અંદર કોઈ ચુકાદો આપવો કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મામલામાં ચુકાદો વહેલી તકે આવશે.
આ દરમિયાન, આજે અયોધ્યા મામલે 32મા દિવસની સુનાવણી શરૂ થઈ ગઈ. મુસ્લિમ પક્ષકારોએ આ સપ્તાહે એક કલાક વધારાની સુનાવણીની માંગ કરી છે.
6 ઑગસ્ટથી રોજેરોજ થઈ રહી છે સુનાવણી
સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિ કલીફુલ્લાની અધ્યક્ષતાવાળી મધ્યસ્થતા સમિતિના રિપોર્ટની ગંભીર નોંધ લીધી હતી. સમિતિએ લગભગ ચાર મહિના ફૈજાબાદમાં અલગ-અલગ પક્ષો સાથે વાતચીત કરી પરંતુ તેનું કોઈ સાર્થક પરિણામ ન આવ્યું. ત્યારબાદ જ સુપ્રીમ કોર્ટે 6 ઑગસ્ટથી આ મામલાની રોજેરોજ સુનાવણી કરવાનો નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટે આ વિવાદના સર્વમાન્ય સમાધાનના ઉદ્દેશ્યથી 8 માર્ચે મધ્યસ્થતા માટે મોકલ્યો હતો અને તેને 8 સપ્તાહમાં પોતાની કાર્યવાહી પૂરી કરવાની હતી. સમિતિને આશા હતી કે આ વિવાદનું સમાધાન આવશે, જેથી કોર્ટે તેનો કાર્યકાળ 15 ઑગસ્ટ સુધી વધારી દીધો હતો. સુપ્રીમ કોર્ટની સમિતિની 18 જુલાઈ સુધીની કાર્યવાહીની પ્રગતિ વિશે રિપોર્ટનું અવલોકન કર્યુ અને ત્યારબાદ જ નિયમિત સુનાવણી કરવાનો નિર્ણય લીધો.
Ayodhya land dispute case: Supreme Court said that it cannot give an extra day after October 18 for parties to complete their submissions in the case. Today is the 32nd day of hearing in the case. pic.twitter.com/Bj7H67fXrO
2.77 એકર વિવાદિત ભૂમિ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
સુપ્રીમ કોર્ટ હાલમાં અયોધ્યામાં 2.77 એકર વિવાદિત ભૂમિને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સરખા ભાગે વહેંચવાના અલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચુકાદામાં આપવામાં આવેલા આદેશની વિરુદ્ધ દાખલ અપીલો પર સુનાવણી કરી રહી છે.