Home /News /national-international /કેસોના ઝડપી નિકાલ માટે CJIએ જજોની રજાઓ પર લગાવ્યો પ્રતિબંધ

કેસોના ઝડપી નિકાલ માટે CJIએ જજોની રજાઓ પર લગાવ્યો પ્રતિબંધ

ફાઇલ તસવીર

કોર્ટની ત્રિસ્તરીય વ્યવસ્થામાં પડતર કરોડો કેસોના ઝડપથી નિવારણ માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ વર્કિંગ ડે દરમિયાન 'નો લીવ' ફોર્મૂલા જાહેર કરી છે.

કોર્ટની ત્રિસ્તરીય વ્યવસ્થામાં પડતર કરોડો કેસોના ઝડપથી નિવારણ માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ વર્કિંગ ડે દરમિયાન 'નો લીવ' ફોર્મૂલા જાહેર કરી છે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પ્રમાણે જસ્ટિસ રંજન ગોગોઇએ 3 ઓક્ટોબરે દેશના ચીફ જસ્ટિસ પદ માટે શપથ લીધા પછી તરત જ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પડતર પડેલા કોરોડ કેસોના ઝડપથી નિવારણ માટે ક્કર પગલું ભરવાનો સંકેત આપ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે શપથ લીધાના એક સપ્તાહની અંદર તેમણે આ અંગે દરેક હાઇકોર્ટના કોલિજિયમ મેમ્બર્સની સાથે ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને એ સલાહ આપી હતી કે જે જજ કોર્ટની કાર્યવાહી દરમિયાન નિમિત નથી તેમને ન્યાયિક કાર્યથી હટાવવામાં આવશે. ગોગોઇએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એ જજો અંગે જાણકારી માંગી હતી જે કોર્ટની કાર્યવાહી દરમિયાન અનુશાસનની અવગણના કરે છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આવા જજો સાથે વ્યક્તિગત રીતે વાત કરશે.

સીજેઆઈએ હાઇકોર્ટના લોવર કોર્ટના કોઇપણ જજ અથવા ન્યાયિક અધિકારીને ઇમર્જન્સી સ્થિતિ સિવાય વર્કિંગ ડેમાં રજા ન મંજૂર કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત તેમણે જજોના વર્કિંગ ડેમાં સેમિનાર અથવા આધિકારિક કાર્યક્રમથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. આ કારણે કોર્ટનો સમય બર્બાદ થાય છે અને જસ્ટિસ ગોગોઇ કોર્ટ અને કેસ પ્રત્યે સમર્પણ માટે જાણિતા છે.

સીજેઆઇએ વીડિયો કોન્ફ્રેસિંગ અને પત્ર દ્વારા કોર્ટના વર્કિંગ ડે દરમિયાન જજોના એલટીસી લેવા ઉપર રોક લગાવી દીધી છે. આ કારણથી હવે જજોને જો છુટ્ટી લેવી હશે તો તેમને પહેલા જ પ્લાન કરવું પડશે. સીજેઆઇ ગોગોઇએ વરિષ્ઠ જજોથી ન્યાયપાલિકામાં વધારે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, નિચલી અદાલતોમાં કેસોને ઝડપથી નિરાકરણ લાવે અને સતત મોનિટરિંગ કરવાની જરૂર છે. દેશની નિચલી અદાલતોમાં આશરે 2.6 કરોડ કેસ પેન્ડિંગ છે.
First published:

Tags: Ranjan gogoi