નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં 75મા સ્વાતંત્રતા દિવસ (75th Independence Day) પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતા ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના (CJI NV Ramana)એ સંસદીય કાર્યવાહીની ટીકા કરી છે. ચીફ જસ્ટિસે પોતાની ટિપ્પણીમાં સંસદની કાર્યવાહી (Parliament Procedures)માં હોબાળાના કારણે આવતી અડચણો વિશે વાત કરી ઉપરાંત બિલોને પાસ કરવાની કાર્યવાહી દરમિયાન સંસદીય ચર્ચા ઉપર પણ સવાલ ઉઠાવ્યા. ચીફ જસ્ટિસે છેલ્લા થોડા સમય સાથે તુલના કરતાં કહ્યું કે, પહેલા સંસદના બંને ગૃહ (Both Houses of Parliament) વકીલોથી ભરેલા હતા, પરંતુ વર્તમાન સ્થિતિ અલગ છે. તેમણે વકીલો (Lawyers)ને ન્યાયિક કામોની સાથોસાથ જનસેવામાં પણ યોગદાન આપવા માટે કહ્યું. તેમણે જણાવ્યું કે હાલની સ્થિતિ નિરાશ કરનારી છે અને સંસદના બંને ગૃહોમાં પર્યાપ્ત ચર્ચા નથી થતી.
ચીફ જસ્ટિસે કહ્યું કે, હાલના સમયમાં કાયદાને લઈ કોઈ સ્પષ્ટતા નથી. આપણને કાયદાઓના ઉદ્દેશ્ય વિશે કોઈ માહિતી જ નથી. આ જનતાનું નુકસાન છે. આવું ત્યારે થાય છે જ્યારે ગૃહમાં વકીલ અને બુદ્ધિજીવી નથી હોતા. તેમણે કહ્યું કે, જો આપણા સ્વતંત્રતા સેનાનીઓને (Freedom Fighters) જોઈએ તો તેમાંથી ઘણા બધા લોકો કાયદાની પૃષ્ઠભૂમિથી હતા. લોકસભા (Lok Sabha) અને રાજ્યસભા (Rajya Sabha)ના પહેલા સભ્ય વધુ કાયદાકિય પૃષ્ઠભૂમિથી હતા.
If you see the debates which used to take place in Houses in those days, they used to be very wise, constructive&they used to debate any legislation they were making...Now, sorry state of affairs. We see the legislations-lot of gaps, lot of ambiguity in making laws: CJI NV Ramana pic.twitter.com/Ite2wtrTEk
CJI રમન્નાએ જણાવ્યું કે, હાલના સમયમાં આપ જે જુઓ છો, તે દુખદ છે. પહેલાના સમયમાં સંસદની ચર્ચાઓ ખૂબ જ રચનાત્મક રહેતી હતી. મેં નાણાકીય બિલો પર ચર્ચા જોઈ છે અને ખૂબ રચનાત્મક ટિપ્પણીઓ થતી હતી. વકીલ ચર્ચા કરતા હતા અને તેમની સાથે ચર્ચા કરવામાં આવતી હતી, જેને બિલના કાયદાકિય પક્ષ વિશે સ્પષ્ટતા રહેતી હતી. તેમણે કહ્યું કે, હું વકીલોને કહેવા માંગું છું કે માત્ર કાયદાની સેવા સાથે જોડાયેલા ન રહો, પરંતુ પબ્લિક સર્વિસમાં પણ યોગદાન આપો. પોતાની જાણકારી અને જ્ઞાનને દેશની સેવામાં પણ લગાવો.
75મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું કે, આ સમય નીતિઓ અને ઉપલબ્ધીઓની સમીક્ષાનો છે. તેમણે જણાવ્યું કે, કોઈ પણ દેશના ઈતિહાસમાં 75 વર્ષ ઓછા નથી હોતા. જ્યારે અમે સ્કૂલ જતા હતા, તો અમને ગોળ અને નાનો ઝંડો મળતો હતો. આજે આપણી પાસે ઘણું બધું છે, પરંતુ આપણે ખુશ નથી. આપણી સંતુષ્ટિનું સ્તર ખૂબ નીચે પહોંચી ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર