Home /News /national-international /CJIએ કહ્યું- દેશની બહાર અને અંદર લોકોએ Covaxinને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, WHOને પણ ફરિયાદ કરી

CJIએ કહ્યું- દેશની બહાર અને અંદર લોકોએ Covaxinને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, WHOને પણ ફરિયાદ કરી

CJIએ કહ્યું- આવી પ્રથા અથવા 'ગુલામી માનસિકતા' છોડી દેવી જોઈએ. (Image- Supreme court of India)

CJI NV Raman on Covaxin: CJIએ ભારત બાયોટેકની કોવિડ વિરોધી રસી 'કોવેક્સિન' (bharat biotech covaxin) અને તેના ઉત્પાદન માટે કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી.

  હૈદરાબાદ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન.વી. રમણે (Chief Justice of India N.V. Raman) કહ્યું છે કે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન- કોવેક્સિન (Covaxin)ને WHOની પરવાનગી ન મળે, એવો બહુ પ્રયત્ન કર્યો. CJIએ ગુરુવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. CJIએ કહ્યું, ‘કેટલીય બહુરાષ્ટ્રીય કંપનીઓ, જેમ કે Pfizer, અને બીજી બાજુ, ભારતની અંદરના લોકોએ કોવેક્સિનને બદનામ કરવાના અનુચિત પ્રયત્નો કર્યા છે. તેમણે WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) ને પણ ફરિયાદ કરી અને મેડ-ઈન-ઈન્ડિયા વેક્સિનને (Made in India Vaccine) માન્યતા ન મળે એ માટેનો પ્રયાસ કર્યો હતો.’

  CJIએ ભારત બાયોટેકની કોવિડ વિરોધી રસી 'કોવેક્સિન' (bharat biotech covaxin) અને તેના ઉત્પાદન માટે કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જ્યારે વિવિધ અભ્યાસોમાં કહેવામાં આવ્યું છે કે સ્વદેશી રીતે બનાવેલી કોવેક્સિન અસરકારક છે, તો ઘણાં લોકોએ તેની ટીકા કરી, કારણકે તે દેશમાં બનાવવામાં આવી હતી. કેટલાક લોકોએ તેના વિરુદ્ધ WHOને ફરિયાદ કરી હતી.

  તેલુગુ લોકોને ઓછા આંકવાની વૃત્તિઃ CJI

  તેમણે કહ્યું કે સાથી તેલુગુ લોકોની મહાનતાને પ્રકાશિત કરવાની જરૂર છે. CJIએ કહ્યું- 'વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલા અને તેમની પત્ની સુચિત્રાએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો. આજે તેમણે દેશને પ્રસિદ્ધિ અપાવી છે.' CJI એ એવોર્ડ સમારોહને સંબોધિત કરતી વખતે કહ્યું કે તેલુગુ ભાષી લોકોમાં પોતાની મહાન સિદ્ધિઓ હોવા છતાં સાથી તેલુગુ લોકોને ઓછા આંકવાની વૃત્તિ છે.

  તેમણે કહ્યું કે આવી પ્રથા અથવા 'ગુલામી માનસિકતા' છોડી દેવી જોઈએ. તેમણે માતા, માતૃભાષા અને માતૃભૂમિના સન્માનની પરંપરા ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો અને તેલુગુ ભાષાને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરવા માટે હાકલ કરી હતી.

  આ પણ વાંચો: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કઇ વાત પર કરી ભારતની પ્રશંસા, કહ્યું- આપણે તો પાછળ રહી ગયા

  આ દરમિયાન CJIએ કૃષ્ણા એલા અને અન્ય ઘણા લોકોને તેમની ઉત્તમ સેવાઓ માટે ડૉ. રામિનેની ફાઉન્ડેશન પુરસ્કારો અર્પણ કર્યા. પુરસ્કાર મેળવનારાઓમાં ભારત બાયોટેકના કૃષ્ણા એલા અને સુચિત્રા એલા, નાબાર્ડના અધ્યક્ષ જી.આર. ચિંતાલા, તેલુગુ ફિલ્મોના દિગ્ગજ હાસ્ય અભિનેતા બ્રહ્માનંદમ, જાણીતી તેલુગુ અભિનેત્રી અને એન્કર સુમા કનકલાનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: Punjab Elections: 22 ખેડૂત સંગઠનોએ બનાવી પાર્ટી, આમ આદમી પાર્ટી સાથે થઇ શકે છે ગઠબંધન

  Covaxinને મળી DGCIની મંજૂરી

  ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DGCI) એ ભારત બાયોટેકને 12-18 વર્ષની વયના બાળકો માટે Covaxin Covid-19 વેક્સીનના આપાતકાલિન ઉપયોગ માટે મંજૂરી આપી છે. અહેવાલો અનુસાર, સબ્જેક્ટ એક્સપર્ટ સમિતિ (SEC) એ ઓક્ટોબરમાં DGCIને બાળકો માટે કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભલામણ કરી હતી. Covaxin ભારતમાં બાળકો માટે મંજૂર કરાયેલી બીજી વેક્સિન છે. ઓગસ્ટમાં, ઝાયડસ કેડિલાના ત્રણ-ડોઝવાળી (Three Dose Zycov-D Vaccine) વેક્સિનને પુખ્તો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે મંજૂરી આપવામાં આવી હતી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Bharat Biotech, CJI, Covaxin Vaccine, NV Ramana

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन