અયોધ્યા મામલામાં CJI ગોગોઈએ પરંપરા તોડી ત્રણ જજની બેંચના નિર્ણયને પલટ્યો

સીજેઆઈ રંજન ગોગોઈ (ફાઈલ ફોટો)

ગોગોઈનો આદેશ એટલા માટે અનોખો છે, કારણ કે, આનાથી આજ મામલામાં ત્રણ જજની બેંચના તે આદેશને પણ રદ્દ કરી દેવામાં આવ્યો

 • Share this:
  ભારતના પ્રધાન ન્યાયાધિશ રંજન ગોગોઈનો રામ જન્મભૂમી-બાબરી મામલામાં સંવિધાનિક પીઠ બનાવવાનો નિર્ણય ઘણો ચોંકાવનારો છે. સાથે આ નિર્ણય પોતાની રીતનો પહેલો છે. સુપ્રીમ કોર્ટમાં આવું પહેલા ક્યારે પણ થયું નથી, જ્યારે મુખ્ય ન્યાયાધિશના પ્રશાસનિક આદેશ પર એક સંવિધાનિક પીઠની રચના કરવામાં આવી હોય અને તેની માટે કોઈ નાની બેન્ચે સલાહ પણ નથી આપી અને ના આવા કોઈ પ્રશ્ન સામે આવ્યા, જેના કારણે આ રીતની બેંચની જરૂરત પડે.

  જસ્ટિસ ગોગોઈનો આદેશ એટલા માટે અનોખો છે, કારણ કે, આનાથી આજ મામલામાં ત્રણ જજની બેંચના તે આદેશને પણ રદ્દ કરી દેવામાં આવ્યો, જેમાં સંવિધાનિક પીઠની માંગને ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ મંગળવારે સાંજે એક નોટિસ જાહેર કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, રામ જન્મભૂમી મામલાની સુનાવણી 10 જાન્યુઆરીથી પાંચ જજની સંવિધાનિક પીઠ કરશે. આ પીઠમાં મુખ્ય ન્યાયાધિશ ગોગોઈ, જસ્ટિસ એસ બોબડે, એનવી રમના, ઉદય લલિત અને ડીવાય ચંદ્રચૂડ સામેલ હશે.

  ગત સાત સપ્ટેમ્બરમાં ત્રણ જજની બેંચે પોતાના આદેશમાં કહ્યું હતું કે, રામ જન્મભૂમી-બાબરી મામલાને સંવિધાનિક પીઠને મોકલવા માટેની કોઈ જરૂરત નથી. 2-1ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલાને પૂરી રીતે જમીન વિવાદની જેમ સાંભળવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: