Home /News /national-international /

8 મોટા કેસની સુનાવણી માટે CJIએ બનાવી બેંચ, વિદ્રોહી જજોને ન લેવાયા

8 મોટા કેસની સુનાવણી માટે CJIએ બનાવી બેંચ, વિદ્રોહી જજોને ન લેવાયા

    ભારતના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં દેશની આઠ મહત્વપૂર્ણ મામલાની સુનાવણી માટે સંવૈધાનિક બેંચ બનાવી છે. આધાર સેક્શન 377 જેવા મહત્વના મામલામં સુનાવણી માટે પાંચ સદસ્યોની સંવૈધાનિક બેંચનું ગઠન કરવામાં આવ્યું છે. જો કે ન્યાયપાલિકાની કાર્યપ્રણાલી પર નારાજગી જાહેર કરનાર ચારે જજ જસ્ટિસ જે ચેલામેશ્વર,રંજન ગોગાઈ, એમ બી લોકૂર અને કુરિયન જોસેફને આ સંવૈધાનિક બેંચમાં સામેલ નથી કરવામાં આવ્યાં.

    સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ બેંચની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા કરશે. આ ઉપરાંત જસ્ટિસ એ કે સીકરી, એમએ ખાનવિલકર, ડીવાઈ ચંદ્રચૂડ અને અશોક ભૂષણને આ બેંચના સભ્યો બનાવવામાં આવ્યાં છે. ગત વર્ષે 10 ઓક્ટોબર પછી આ જ જજોની બેંચે કેટલાક મહત્વના કેસોની સુનાવણી કરી હતી. આ મામલામાં કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે પ્રશાસકીય અધિકાર અને ઈચ્છા મૃત્યુ સાથે જોડાયેલ મામલા પણ સામેલ છે.

    આ વખતે પણ આ જ જજોની બેંચ દેશના પ્રમુખ મામલા જેવા આધાર કાયદાની સંવૈધાનિક કાયદેસરતાને ચુનોતી આપતા મામલા અને વયસ્કો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધો જેવા મામલા પર સુનાવણી કરશે. આ ઉપરાંત બેંચ કેરલના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ અને કોઈ પારસી મહિલા કોઈ અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો શું તે પોતાની ધાર્મિક ઓળખ ખોઈ બેસસે? આ મામલામાં પણ આ બેંચ સુનાવણી કરશે.

    મહિલાઓના વ્યભિચાર અને કોઈ સાંસદ કોઈ અપરાધિક કેસનો સામનો કરી રહ્યાં છે તો શું તેમને અયોગ્ય ગણાવાશે? આ મામલામાં પણ આ બેંચ સુનાવણી કરશે. આ પહેલા તમામ મામલાના નિર્ણયો માટે સુપ્રીમ કોર્ચની મોટી બેંચો પાસે મોકલવામાં આવ્યાં હતાં.

    મંગળવારે કોર્ટની સામે સુનાવણી માટે મામલાઓની યાદીમાં જસ્ટિસ લોયાની હત્યાની તપાસ કરનારી બે જનહિત અરજીઓ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતા વાળી બેંચ સામે રાખવામાં આવી હતી. જો કે જસ્ટિસ મિશ્રા પર એક વરિષ્ઠ વકીલે સાર્વજનિક આરોપ લગાવ્યો હતો. અત્યારે કોર્ટના સૂત્રો પ્રમાણે આ વાતની પુષ્ટિ નથી થઈ કે શું મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ તે આરોપ લગાવનાર ચાર જજો સાથે મુલાકાત કરી છે કે નહીં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CJI, Supreme Court

    આગામી સમાચાર