Home /News /national-international /

રિટાયર્ડ થઈ રહેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 28 દિવસમાં કરશે 10 મોટા નિર્ણય

રિટાયર્ડ થઈ રહેલા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 28 દિવસમાં કરશે 10 મોટા નિર્ણય

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ફાઈલ ફોટો

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાનો કાર્યકાળ 02 ઓક્ટોબરે ખત્મ થઈ રહ્યો છે. જોકે, આ વચ્ચે તેમની બેન્ચને ઓછામાં ઓછા નવ એવા મામલાઓ પર નિર્ણય આપવા છે, જે દેશ પર ખુબ જ અસર નાંખનાર બની શકે છે. આ તે જ કેસ છે જે પાછલા ઘણા સમયથી સમાચારમાં ચમક્તા રહ્યાં છે. આ બધા જ મામલાઓની અસર સામાન્ય જનતા પર પણ સ્વભાવિક રીતે પડશે. કદાચ એવું કહી શકાય કે, જસ્ટિસ મિશ્રા આવનાર 28 દિવસોમાં જે મામલાઓ પર પોતાની બેન્ચ સાથે નિર્ણય લેવાના છે, તે બધા જ મામલાઓ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેમના પર થનાર નિર્ણય પણ તેટલું જ મહત્વપૂર્ણ ગણાશે.

    આ તે કેસ છે જેમના પર આ મહિને નિર્ણય આવવાના છે

    1. આધાર - 2016ના આધાર એક્ટને સંવૈધાનિક રૂપમાં પડકાર આપનાર અરજી પર નિર્ણય આવવાનો છે. આ એક્ટને તે પડકાર આપવામાં આવ્યો છે કે, યૂનિક આઈડેન્ટિટિ નાગરિકોની પ્રાઈવસીના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 38 દિવસોની મેરાથોન સુનાવણી બાદ આધાર મામલાઓમાં નિર્ણય સુરક્ષિત (પેન્ડિંગ) રાખવામાં આવ્યો હતો. મૂળભૂત અધિકાર બતાવવાનો નિર્ણય આવ્યા બાદ હવે તે વિશે નિર્ણય આવશે કે શું આધાર માટે લેવામાં આવી રહેલ ડેટા નાગરિક પ્રાઈવસીનું ઉલ્લંઘન છે કે નથી?

    2. કલમ 377 - સુપ્રીમ કોર્ટને તે નક્કી કરવું છે કે, ઈન્ડિયન પેનલ કોડની ધારાને ખત્મ કરવામાં આવવી જોઈએ કે નહી. આ કાયદો ભારતમાં બ્રિટિશ રાજથી ચાલું છે, જેમાં સમલૈંગિક સંબંધ પર સજાની જોગવાઈ છે.

    3. વ્યાભિચાર - અરજીકર્તા ઈચ્છે છે કે, આઈપીસીની કલમ 497માં એડલ્ટરી બાબતોમાં માત્ર પુરૂષોને જ કેમ દંડિત કરવામાં આવે છે. આ કાયદામાં લિંગ સમાનતા લાવવી જોઈએ.

    4. રાજનીતિનું અપરાધીકરણ - સુપ્રીમ કોર્ટને નક્કી કરવું છે કે, અપરાધિક મામલાઓમાં ચાર્જશીટ કરવામાં આવેલ રાજકારણીઓ ચૂંટણી લડવા યોગ્ય હોવો જોઈએ કે નહી.

    5. સાંસદ - ધારાસભ્ય વકીલ બને કે નહી - શું એક સાંસદ અથવા એક ધારાસભ્યને આ પદ પર રહીને અદાલતમાં વકીલના રૂપમાં પ્રેક્ટિસ કરવી જોઈએ. આ નિર્ણય પણ સુપ્રીમ કોર્ટને કરવાનો છે.

    6. અયોધ્યા મામલો - કોર્ટની પાંચ સભ્યની ખંડપીઠ નક્કી કરશે કે એમ ઈસ્માઈલ ફારૂકી અને કેન્દ્ર સરકારના મામલાઓ પર શું એક મોટી બેન્ચે ફરીથી સુનાવણી કરવી જોઈએ. 1994માં પાંચ સભ્યોની ખંડપીઠે તે વ્યવસ્થા આપી હતી કે, ઈસ્લામમાં મસ્જિદ નમાઝ પઢવા માટે કોઈ અનિવાર્ય જગ્યા નહતી તેથી આ જગ્યાનું રાષ્ટ્ર દ્વારા અધિકૃત્તતા સંવિધાનની જોગવાઈની જેમ બાધ્ય થવી જોઈએ નહી. હવે અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન આ મુદ્દો પણ સામે આવશે.

    7. સબરીમાલા - કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને ઉંમર આધારિત પ્રતિબંધોને પડકાર આપનાર અરજી પર નિર્ણય આવવાનો બાકી છે. હાલમાં સબરીમાલામાં 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

    8. કોર્ટ કાર્યવાહીનું લાઈવ વેબકાસ્ટ - કોર્ટે તે નક્કી કરવાનું છે કે, શું પાયલોટ આધાર પર મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન લાઈવ વેબકાસ્ટ કરવામાં આવે કે નહી.

    9. પ્રમોશનમાં અનામત - કોર્ટ તે નક્કી કરશે કે 12 વર્ષ જુના તે મામલા પર વિચાર કરવામાં આવે કે નહી, જે એન નાગરાજ Vs કેન્દ્ર સરકાર પર દાખલ કરવામાં આવ્યો હતો.

    10. વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે પબ્લિક સેક્ટરમાં નોકરીઓમાં એસટી-એસટી કર્મચારીઓના પ્રમોશનને માટે કોટા બનાવવાની શરત રાખી હતી. પ્રમોશનમાં અનામત બાબતમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 30 ઓગસ્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મામલાને સાત જજોની સંવૈધાનિક બેન્ચને આપવામાં આવે કે નહી તે બાબતનો નિર્ણય આવશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    આગામી સમાચાર