સરકારે કરી સ્પષ્ટતા, UPSC પરીક્ષામાં ઉંમર મર્યાદામાં નહીં કરવામાં આવે ફેરફાર

પ્રતિકાત્મક તસવીર

દેશભરમાં સિવિલ સર્વિસિઝની પરિક્ષાની તૈયારી કરનારા સ્ટુડન્ટોએ કેટલીએ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • Share this:
    કેન્દ્ર સરકારે કહ્યું છે કે, સિવિલ સર્વિસિઝ માટે અધિકત્તમ ઉંમર મર્યાદા નહી ઘટાડવામાં આવે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, હાલમાં સરકારનો આવો કોઈ ઈરાદો નથી. છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો વહેતી થઈ હતી કે, સરકાર સિવિલ સર્વિસિઝની પરિક્ષા માટે અધિકત્તમ ઉંમર મર્યાદા ઘટાડવાનું વિચારી રહી છે. પરંતુ આ નિવેદન બાદ હવે તમામ અટકળો પર લગામ લાગી ગઈ છે.

    વિતેલા દિવસોમાં નીતિ આયોગે સિવિલ સર્વિસિઝના ઉમેદવારની અધિકત્તમ ઉંમર મર્યાદા ઘટાડવાની ભલામણ કરી હતી. નીતિ આયોગની આ સલાહ બાદ દેશભરમાં સિવિલ સર્વિસિઝની પરિક્ષાની તૈયારી કરનારા સ્ટુડન્ટોએ કેટલીએ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    નીતિ આયોગની ભલામણ
    તમને જણાવી દઈએ કે, નીતિ આયોગે સલાહ આપી હતી કે, સિવિલ સર્વિસિઝ માટે સામાન્ય વર્ગના ઉમેદવારની અધિકત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષથી ઘટાડીને 27 વર્ષ કરી દેવામાં આવી છે. આયોગે આને 2022-23થી લાગુ કરવા માટે કહ્યું હતું. આયોગે પોતાની સ્ટ્રેટઝી ફોર ન્યૂ ઈન્ડીયા @ 75 નામની રિપોર્ટમાં આ વાત સામેલ કરી હતી.



    આ રિપોર્ટમાં એ પણ ભલામણ કરવામાં આવી હતી કે, તમામ સિવિલ સર્વિસિજ માટે એક જ પરિક્ષા થાય. હાલમાં કેન્દ્ર અને રાજ્યના સ્તર પર 60થી પણ વધારે સિવિલ સર્વિસિઝ છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, તમામ ભરતી કેન્દ્રીય ટેલેન્ટ પૂલના આધાર પર થાય.

    નીતિ આયોગનું કહેવું છે કે, નોકરશાહીના ઉચ્ચ સ્તર પર વિશેષજ્ઞોની લેટરલ એન્ટ્રીને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી દરેક ક્ષેત્રમાં વધારેમાં વધારે વિશેષજ્ઞોની સેવાઓ મળી શકે.
    Published by:kiran mehta
    First published: