નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (Citizen Amendment Act)ની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે ફરી એકવાર દેશના અનેક હિસ્સામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું આહવાન આપ્યું છે. પ્રદર્શનને જોતાં દેશના અનેક હિસ્સાઓમાં કલમ 144 લગાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના અનેક હિસ્સામાં મોટા પ્રદર્શનની શક્યતા છે.
દિલ્હીમાં અનેક વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન ઉગ્ર બનતું જઈ રહ્યું છે. અત્યાર સુધી રાજધાનીમાં 17 મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા છે. મોબાઇલ નેટવર્ક કંપની એરટેલ તરફથી નિવેદન આવ્યું છે કે સરકાર તરફથી તેમને આદેશ આપવામાં આવ્યો છે કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વૉઇસ, એસએમએસ, ઇન્ટરનેટની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. કંપનીએ નિવેદન આપ્યું છે કે જ્યારે આ સસ્પેન્શને હટાવી દેવામાં આવશે ત્યારે સુવિધા ફરી શરૂ કરવામાં આવશે.
દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવાને લઈ સૌથી મોટું કારણ એ પણ છે કે કારણ કે જે પણ પ્રદર્શન કરી રહ્યા છે તેઓ વોટ્સએપના કારણે થઈ રહ્યા છે. તેને લઈ કોઈ પાર્ટી સામે નથી આવી.
પ્રદર્શન દરમિયાન અનેક નેતાઓની અટકાયત
દિલ્હીમાં કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત, ઉમર ખાલિદ સહિત અનેક મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તમામ નેતા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પહેલા બેંગલુરુમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, લાલ કિલ્લા વિસ્તારમાં યોગેન્દ્ર યાદવની પણ અટકાયત કરવામાં આવી હતી.
મંડી હાઉસ અને લાલ કિલ્લા વિસ્તારમાં કલમ 144 લાગુ
દિલ્હી પોલીસે મંડી હાઉસ અને લાલ કિલ્લા વિસ્તારમાં કલમ- 144 લગાવી છે. તેની સાથે જ દિલ્હી પોલીસ કમિશ્નરે તમામ જિલ્લાઓમાં અલર્ટ જાહેર કર્યું છે. પોલીસ અધિકારીઓએ પ્રદર્શન પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ સ્વરાજ ઈન્ડિયાને રેલી અને પ્રદર્શનની મંજૂરી નથી આપવામાં આવી. તેમ છતાંય તમામ સંગઠનો અને ડાબેરી પાર્ટીઓએ રેલી યોજીને પ્રદર્શનની વાત કહી છે.
દિલ્હી પ્રવેશવાના રસ્તા પર રોક
બીજી તરફ, પોલીસે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ-વે પર બેરિકેટિંગ લગાવીને રસ્તા રોકી દીધા છે. આ દરમિયાન દરેક ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેને કારણે હાઈવે પર 8 કિલોમીટર લાંબો જામ લાગી ગયો છે. હજારોની સંખ્યામાં લોકો હાઈવે પર ફસાઈ ગયા છે.
આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : આરોપીઓની લાશો ખરાબ થઈ શકે છે, હૉસ્પિટલ પ્રશાસન કાર્ટ પહોંચ્યું