રાહુલ ગાંધીનો બીજેપી પર હુમલો, સંશોધિત નાગરિકતા કાયદાને ગણાવ્યો નોટબંધી પાર્ટ-2

News18 Gujarati
Updated: December 28, 2019, 12:04 PM IST
રાહુલ ગાંધીનો બીજેપી પર હુમલો, સંશોધિત નાગરિકતા કાયદાને ગણાવ્યો નોટબંધી પાર્ટ-2
રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યુ કે, સંશોધિક નાગરિકતા કાયદો (Citizenship Amendment law) નોટબંધીથી બેગણો વધારે ખતરનાક છે.

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસ (Congress)ના 135માં સ્થાપના દિવસ પહ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર બીજેપી પર સંશોધિત નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) અંગે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ CAA અંગે બીજેપી પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ સંશોધિત નાગરિકતા કાયદાને નોટબંધીથી વધારે ખતરનાક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે આનાથી દેશના ગરીબોને એવું નુકસાન થશે કે તેઓ નોટબંધીને પણ ભૂલી જશે.

કૉંગ્રેના નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, સંશોધિત નાગરિકતા કાયદો નોટબંધીથી બેગણો ખતરનાક છે. જેમાં દેશના દરેક ગરીબોને કહેવામાં આવશે કે તમે સાબિત કરો કે તમે ભારતીય છો. તેમના જે બાંગ્લાદેશી મિત્રો છે તેમને કોઈ પણ કાગળ બતાવવાની જરૂર નથી. રાહુલે કહ્યુ કે આમાં કોઈ અમીર લાઈનમાં ઉભો નહીં રહે, કારણ કે તમામ અમીર લોકો તેમના મિત્રો છે.

રાહુલ ગાંધીએ ભાજપા પર ખોટું બોલવાનો આક્ષેપ લગાવતા કહ્યુ કે, મેં એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે દેશમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી અને વીડિયોમાં ડિટેન્શન સેન્ટર્સના દ્રશ્યો છે. આથી તમે નક્કી કરી લો કે કોણ ખોટું બોલી રહ્યું છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આજે કૉંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. હું અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના કાર્યાલયમાં ધ્વજવંદન કાર્યક્રમાં ભાગ લઈશ અને તે પછી ગોવાહટીમાં એક રેલીમાં ભાગ લઈશ. સ્થાપના દિવસે અમે લાખો કૉંગ્રેસી પુરુષ અને મહિલા કાર્યકરોના નિસ્વાર્થ યોગદાનનો સ્વીકાર કરીએ છીએ.
First published: December 28, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading