નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં રજૂ, અમિત શાહે કહ્યુ- મુસ્લિમો અફવાઓને મહત્વ ન આપે

મુસલમાનો ભારતના નાગરિક હતા, છે અને રહેશે, ગૃહ મંત્રી અમિત શાહે મુસલમાનોને ન ડરવા કહ્યુ

મુસલમાનો ભારતના નાગરિક હતા, છે અને રહેશે, ગૃહ મંત્રી અમિત શાહે મુસલમાનોને ન ડરવા કહ્યુ

 • Share this:
  નવી દિલ્હી : લોકસભા (Lok Sabha)માં પાસ થયા બાદ નાગરિક સંશોધન બિલ (Citizenship Amendment Bill) આજે રાજ્યસભા (Rajya Sabha)માં રજૂ થયું. ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ આ બિલને ઉચ્ચ ગૃહમાં રજૂ કરતી વખતે કહ્યુ કે આ બિલથી કરોડો લોકોની આશાઓ બંધાયેલી છે. આ બિલ યાતનાથી મુક્તિ આપશે. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. આ દરમિયાન વિપક્ષ હોબાળો કરે તેવી શક્યતા છે. નોંધનીય છે કે આ બિલ સામે આસામ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

  આ બિલ મુસલમાનો વિરુદ્ધ નથી, અફવાઓ પર ધ્યાન ન આપો : અમિત શાહ

  ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં બિલ રજૂ કરતાં કહ્યુ કે, નાગરિકતા સંશોધન બિલને લઈ અનેક ભ્રમ ઊભા કરવામાં આવી રહ્યા છે, તેનાથી મુસ્લિમોમાં અસમંજસની સ્થિતિ છે. હું જણાવી દઉં કે દેશના મુસલમાનોને હું આશ્વસ્ત કરવા માંગું છું કે તેમને ડરવાની જરૂર નથી. તેઓ આ દેશના નાગરિક હતા, છે અને રહેશે. આ બિલ મુસલમાનોની વિરુદ્ધ નથી, અફવાઓ પર ધ્યાન ન આપો.

  ગૃહ મંત્રીએ કહ્યુ કે, હું સ્પષ્ટ રીતે કહેવા માંગું છું કે આ દેશના લઘુમતી, મુસલમાનોને ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ડરાવે તો ડરશો નહીં. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, જે બંધારણની ભાવના સાથે ચાલી રહી છે.

  નાગરિકતા સંશોધન બિલ અંગે ક્વિઝ રમો


  નાગરિકતા સંશોધન બિલ કાયદો બની જતાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની જશે.
  Published by:Mrunal Bhojak
  First published: