News18 Quiz: વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ વિશે તમે કેટલું જાણો છો?

News18 Gujarati
Updated: December 11, 2019, 10:34 AM IST
News18 Quiz: વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ વિશે તમે કેટલું જાણો છો?
નાગરિકતા સંશોધન બિલની સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. (Reuters Photo)

કયા દેશમાંથી સ્થળાંતર કરીને ભારતમાં વસેલા લોકોને નાગરિકતા સંશોધન બિલનો લાભ મળી શકશે?

  • Share this:
6 કલાક લાંબી ચર્ચા બાદ સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 પાસ થઈ ગયું છે. આ દરમિયાન નાગરિકતા સંશોધન બિલનો બચાવ કરતાં ગૃહ મંત્રી અમિત શાહે લાંબી રજૂઆત કરી હતી.

નવા નાગરિકતા સંશોધન બિલ અંગર્ગત બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના 6 લઘુમતી સમુદાયોને જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી અને શીખ સાથે સંબંધિત લોકોને ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે.

જૂના કાયદા મુજબ, કોઈ પણ વ્યક્તિને ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં રહેવું પડે છે. આ નવા બિલમાં પડોશી દેશોના લઘુમતીઓ માટે આ સમયઅવધિ ઘટાડીને 6 વર્ષ કરી દેવામાં આવી છે.

આ બિલને લઈ વિવાદ ઘણો વધી ગયો છે. વિપક્ષી પાર્ટીઓ મુજબ, આ બિલ મુસલમાનોની વિરુદ્ધ છે. જે ભારતીય બંધારણના આર્ટિકલ-14 (સમાનતાના અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. વિપક્ષી પાર્ટીઓ અને વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ બિલ મુસ્લિમ વિરોધી તો છે જ ઉપરાંત ભારતના બિનસાંપ્રદાયિક બંધારણની વિરુદ્ધ છે.

પરંતુ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પાર્ટીમાંથી આવે છે તે ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી 2019ના મેનિફેસ્ટોમાં નાગરિકતા સંશોધન બિલ લાવવાનો વાયદો આપ્યો હતો અને તે જરૂરિયાત પર ખૂબ જ ભાર મૂક્યો. લોકસભામાં બિલ પાસ કરાવવા દરમિયાન 391 સભ્યો પૈકી 311 સભ્યોએ બિલનું સમર્થન કર્યું જ્યારે 80 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું. હવે આ બિલને બુધવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે.

ન્યૂઝ18 ગુજરાતીના વાચકો માટે નાગરિકતા સંશોધન બિલ પર એક ખાસ ક્વીઝ તૈયાર કરવામાં આવી છે, જેના દ્વારા આ બિલના તમામ પાસાઓને ઊંડાણથી સમજી શકાશે...

First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर