લોકસભામાં નાગરિકતા બિલ રજૂ, 82ની સામે 293 વોટથી પ્રસ્તાવનો સ્વીકાર

News18 Gujarati
Updated: December 9, 2019, 1:52 PM IST
લોકસભામાં નાગરિકતા બિલ રજૂ, 82ની સામે 293 વોટથી પ્રસ્તાવનો સ્વીકાર
કૉંગ્રેસના આક્ષેપનો જવાબ આપતાં અમિત શાહે કહ્યુ, નાગરિકતા સંશોધન બિલ 0.001 ટકા પણ લઘુમતી વિરોધી નથી

કૉંગ્રેસના આક્ષેપનો જવાબ આપતાં અમિત શાહે કહ્યુ, નાગરિકતા સંશોધન બિલ 0.001 ટકા પણ લઘુમતી વિરોધી નથી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે લોકસભામાં નાગરિકતા (સંશોધન) બિલ (Citizenship (Amendment) Bill) રજૂ કર્યું. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો શિકાર બનેલ બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. લોકસભા (Lok sabha)માં સોમવારે થનાર રજૂ થયેલા 6 દશક જૂના નાગરિકતા કાયદામાં સંશોધનની વાત છે. આ પછી તેના પર ચર્ચા થશે અને તેને પાસ કરવામાં આવશે.

નાગરિકતા સંશોધન બિલ રજૂ થયા બાદ કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, આ બીજું કંઈ નહીં પણ લઘુમતીઓને નિશાન સાધવા માટે કરવામાં આવ્યું છે. તેની સામે વળતો જવાબ આપતાં અમિત શાહે કહ્યુ કે, આ બિલ 0.001 ટકા પણ લઘુમતીઓની વિરોધમાં નથી.

ત્યારબાદ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવાને લઈ મતદાન થયું. લોકસભામાં આ દરમિયાન કુલ 375 સાંસદોએ મતદાન કર્યું. આ બિલને રજૂ કરવાના પક્ષમાં 293 વોટ અને વિરોધમાં 82 વોટ પડ્યા.નાગરિકતા સંશોધન બિલના પક્ષમાં 293 વોટ પડ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ આ બિલને લોકસભામાં રજૂ કરવાની મંજૂરી આપી છે.
આ બિલને રજૂ કરતા પહેલા રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની પાર્ટીના બધા સાંસદો માટે સોમવારથી બુધવાર સુધીનો થ્રી લાઇન વ્હીપ જાહેર કર્યો હતો. પાર્ટી તરફથી જાહેર કરેલ એક પત્રમાં કહેવામાં આવ્યું હતું કે બધા ભાજપાના સભ્યોને સૂચિત કરવામાં આવે છે કે સોમવારે 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી લોકસભામાં ઘણી મહત્વપૂર્ણ ચર્ચા થવા જઈ રહી છે. એવા સમયે લોકસભામાં બીજેપીના બધા સભ્યોને સરકારનું સમર્થન કરવા માટે ગૃહમાં હાજર રહેવું આવશ્યક છે.

ઉલ્લેખનીય છે કે, આ બિલના કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં વ્યાપક પ્રદર્શન થઈ રહ્યા છે અને ઘણી સંખ્યામાં લોકો અને સંગઠન વિધેયકનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી આસામ સમજૂતી 1985(Assam Accord 1985)ની જોગવાઈ નિરસ્ત થઈ જશે. જેમાં ધાર્મિક ભેદભાવ વગર ગેરકાયદેસર શરણાર્થીઓને પાછા મોકલવાની અંતિમ તારીખ 24 માર્ચ 1971 નક્કી છે. પ્રભાવશાળી પૂર્વોત્તર છાત્ર સંગઠને (નેસો) 10 ડિસેમ્બરે 11 કલાકના બંધની જાહેરાત કરી છે.

નાગરિકતા (સંશોધન) બિલ 2019 પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ગેરકાયદેસર શરણાર્થી માનવામાં આવશે નહીં. તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ બિલ 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપાનો ચૂંટણી વાયદો હતો.
First published: December 9, 2019, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading