રાજ્યસભામાં આજે બપોરે 2 વાગ્યે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, જાણો સમગ્ર ગણિત

News18 Gujarati
Updated: December 11, 2019, 10:52 AM IST
રાજ્યસભામાં આજે બપોરે 2 વાગ્યે રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, જાણો સમગ્ર ગણિત
અમિત શાહે કહ્યુ કે, એનઆરસી આવ્યા બાદ દેશમાં એક પણ ઘૂસણખોર બચી નહીં શકે. (Photo PTI)

નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવવું મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર, આ છે તેનું ગણિત

  • Share this:
નવી દિલ્હી : રાજ્યસભા (Rajya Sabha)માં આજે બપોરે બે વાગ્યે નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) રજૂ કરવામાં આવશે. આ બિલ પર સાત કલાકથી વધુ સમય સુધી ચર્ચા કર્યા બાદ લોકસભા (Lok Sabha)એ સોમવાર અડધી રાત્રે પાસ કરી દીધું, હવે તેને બુધવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. વિપક્ષના નાગરિકતા સંશોધન બિલના વિરોધ છતાંય સત્તારૂઢ બીજેપી (BJP)ને આશા છે કે બુધવારે આ બિલ જ્યારે રાજ્યસભામાં લાવવામાં આવશે તો તેને સરળતાથી પાસ કરાવી લેવાશે.

એનડીએના સૂત્રોએ જણાવ્યું કે તેને 240 સભ્યોની પ્રભાવી સંખ્યાવાળી રાજ્યસભામાં આ બિલ પર મતદાનમાં 124-130 વોટ મળી શકે છે. લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ થયેલા બિલ સોમવાર મોડી રાત્રે સરળતાથી પાસ થઈ ગયું જ્યાં સત્તારૂઢ બીજેપીને પૂર્ણ બહુમત પ્રાપ્ત છે.

વિપક્ષી નેતાઓને છ સભ્યોની તેલંગાના રાષ્ટ્રીય સમિતિનું સમર્થન મળવાના કારણે તેઓ આશાવાદી છે. હજુ સુધી અનેક મહત્વપૂર્ણ બિલો પર સરકારનો સાથ આપી ચૂકેલી ટીઆરએસે આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે લોકસભામાં બિલના પક્ષમાં ઊભેલી શિવસેનાએ મંગળવારે સંકેત આપ્યા કે તેઓ પણ રાજ્યસભામાં તેનો વિરોધ કરી શકે છે.

જાણો શું છે ગણિત

ગૃહમાં બીજેપીના 83, જેડી(યૂ)ના 6, અકાલી દળના 3 તથા લોજપા, આરપીઆઈએના 1-1 અને 11 નોમિનેટેડ સભ્‍ય સામેલ છે. બીજેપી અન્નાદ્રમુક સાથે વાત કરી રહી છે જેના 11 સાંસદ છે. બીજેડીના 7 સાંસદ, વાઈએસઆર કૉંગ્રેસના 2 તથા ટીડીપીના 2 સભ્ય છે. બીજેપીને આ પાર્ટીઓનું સમર્થન મળવાની આશા છે. બીજેપીને આશા છે કે આ પાર્ટીઓના સમર્થનથી તેઓ 120 સભ્યોના બહુમતનો આંકડો પ્રાપ્ત કરી લેશે.

વિપક્ષી કેમ્પમાં કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, બીએસપી, એસપી, દ્રમુક, આરજેડી, ડાબેરી, રાકાંપા તથા ટીઆરએસના ક્રમશ: 46, 13, 4, 9, 5, 4, 6 અને 4 સભ્ય છે. તેને મળીને કુલ 97 સભ્ય છે. શિવસેના, આમ આદમી પાર્ટી અને કેટલાક અન્યા પાર્ટીઓના સભ્યો મળીને આ આંકડો 110 પર પહોંચ્યો છે.કૉંગ્રેસ ધરણાં પ્રદર્શન કરશે

બીજી તરફ, કૉંગ્રેસે નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધ બુધવારે તમામ પ્રદેશ કાર્યાલયો પર ધરણા-પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષો તથા ધારાસભ્ય દળના નેતાઓને પત્ર લખીને આ ધરણા-પ્રદર્શન વિશે સૂચિત કરવામાં આવે છે.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યુ કે શિવસેના રાજ્યસભામાં ત્યાં સુધી નાગરિકતા સંશોધન બિલનું સમર્થન નહીં કરે જ્યાં સુધી પાર્ટી દ્વારા લોકસભામાં ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ નહીં મળી જાય.

પૂર્વોત્તરમાં વિરોધ પ્રદર્શન ચાલુ

લોકસભામાં પાસ થયેલા વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધ સ્ટુડન્ટ યૂનિયનો અને ડાબેરી-લોકતાંત્રિક સંગઠનોએ મંગળવારે પૂર્વોત્તરના અનેક હિસ્સામાં વિરોધ પ્રદર્શન કર્યું. રાજ્યસભામાં આ બિલને રજૂ કરવાના એક દિવસ પહેલા આસામમાં આ બિલની વિરુદ્ધ બે સ્ટુડન્ટ સંગઠનોના રાજ્યવ્યાપાી બંધના આહ્વાન બાદ બ્રહ્મપુત્ર ઘાટીમાં જનજીવન ઠપ રહ્યું.

ઑલ આસામ સ્ટુડન્ટ્સ યૂનિયન, નૉર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન, ડાબેરી સંગઠનો-એસએફઆઈ, ડીવાઈએફઆઈ, એડવા, એઆઈએસએફ અને આઈસાએ બંધ પાળ્યો.

નાગરિકતા સંશોધન બિલ અંગે ક્વિઝ રમો


આ પણ વાંચો, નાગરિકતા સંશોધન બિલને સરળ શબ્દોમાં સમજો
First published: December 11, 2019, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading