નાગરિકતા સંશોધન બિલ પર આસામમાં આક્રોશ, PM મોદીએ કહ્યુ- તમારા અધિકારોનું હનન નહીં થાય

News18 Gujarati
Updated: December 12, 2019, 11:00 AM IST
નાગરિકતા સંશોધન બિલ પર આસામમાં આક્રોશ, PM મોદીએ કહ્યુ- તમારા અધિકારોનું હનન નહીં થાય
નાગરિકતા સંશોધન બિલની સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. (AP Photo/Anupam Nath)

પીએમ મોદીએ આસામના લોકોને ભરોસો આપ્યો : કોઈ પણ તમારા અધિકારો અને સુંદર સંસ્કૃતિને નહીં છીનવી શકે

  • Share this:
ગુવાહાટી : નાગરિકતા સંશોધન બિલ (Citizen Amedment Bill)ને લઈ વ્યાપક વિરોધ પ્રદર્શનની વચ્ચે બગડતા કાયદો અને વ્યવસ્થાને સંભાળવા માટે બુધવારે આસામ (Assam)ના ગુવાહાટી (Guwahati)માં લાદવામાં આવેલા કર્ફ્યૂને અનિશ્ચિતકાળ માટે વધારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આસામના 10 જિલ્લામાં બુધવારની સાંજે સાત વાગ્યાથી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ, નાગરિકતા સંશોધન બિલને લઈ પૂર્વોત્તરમાં ચાલી રહેલા વિરોધ બાદ સ્પાઇસજેટ, વિસ્તારા, ઇન્ડિગોએ આસાજ જતી પોતાની તમામ ફ્લાઇટ શુક્રવાર સુધી રદ કરી દીધી છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કરીને લોકોને આશ્વસ્ત કર્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યા

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને આશ્વસ્ત કરવા માંગું છું કે CAB પાસ થયા બાદ તેમને ચિંતા કરવાની કોઈ વાત નથી. હું તેમને આશ્વસ્ત કરવા માંગું છું કે કોઈ પણ પોતાના અધિકારો, વિશિષ્ટ ઓળખ અને સુંદર સંસ્કૃતિને નહીં છીનવી શકે. આ વધુ વિકસીત થતું રહેશે.


પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, કેન્દ્ર સરકાર અને હું ખંડ 6ની ભાવના અનુસાર અસમિયા લોકોના રાજકીય, ભાષા, સાંસ્કૃતિક અને ભૂમિ અધિકારોના બંધારણીય રૂપથી સંરક્ષિત કરવા માટે સમગ્ર રીતે પ્રતિબદ્ધ છું.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. આ બિલને લઈ પૂર્વોત્તર રાજ્યો જેમાં ખાસ કરીને આસામ અને ત્રિપુરામાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ પ્રદર્શનકર્તાઓએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના ડિબ્રૂગઢ સ્થિત ઘર પર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત આસામના જ દુલિયાજનમાં પ્રદર્શનકર્તાઓએ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીના ઘરે પણ હુમલો કર્યો. મોડી રાત્રે સ્થિતિ વધુ બગડતાં ગુવાહાટી અને જોરહટમાં સેનાને બોલવવામાં આવી છે. બીજી તરફ ત્રિપુરામાં આસામ રાઇફલ્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

બિલની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે મુસ્લિમ લીગ

નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધ ઈન્ડિયન મુસ્લિમ લીગ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. બુધવારે ગૃહમાં પણ અનેક નેતાઓએ કહ્યું હતું કે આ બિલ સુપ્રીમ કોર્ટમાં ફેલ થઈ જશે. કૉંગ્રેસ સાંસદ પી. ચિદમ્બરમે કહ્યુ હતું કે આ બિલ જો સંસદમાં નહીં રોકવામાં આવ્યું તો સુપ્રીમ કોર્ટમાં ચોક્કસ ફેલ થઈ જશે.

નાગરિકતા સંશોધન બિલ અંગે ક્વિઝ રમો...


આ પણ વાંચો, મોદી સરકારે 7 મહિનામાં પૂરા કર્યા 3 વાયદા, હવે સમાન નાગરિક સંહિતા બિલ લાવવાની તૈયારી
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading