નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા, દેશભરમાં કાયદો લાગુ થયો

News18 Gujarati
Updated: December 13, 2019, 7:56 AM IST
નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા, દેશભરમાં કાયદો લાગુ થયો
નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની મંજૂરી આપી દીધી છે

નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની મંજૂરી આપી દીધી છે

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act 2019)ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ પોતાની મંજૂરી આપી દીધી. ગુરુવાર મોડી રાત્રે રાષ્ટ્રપતિએ બિલ પર પોતાના હસ્તાક્ષર કરી દીધા. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ નાગરિકતા સંશોધન બિલને કાયદાનું રૂપ લઈ લીધું છે.

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ બુધવારે પાસ થયું હતું. આ બિલના પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 99 વોટ પડ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલને રજૂ કર્યું હતું. ત્યારબાદ આ બિલ પર રાજ્યસભામાં ચર્ચા થઈ. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ જોરદાર હોબાળો કર્યો હતો. વિપક્ષી નેતાઓના સવાલોનો ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. ત્યારબાદ રાજ્યસભામાં આ બિલ પાસ થઈ ગયું હતું.

નાગરિકતા સંશોધન બિલમાં શું છે?નાગરિકતા સંશોધન બિલ હેઠળ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. તેમાં મુસ્લિમ શરણાર્થીઓને સામેલ નથી કરવામાં આવ્યા. તેથી વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું હતું. સોમવારે લોકસભામાં આ બિલને મંજૂરી મળી હતી.

લોકસભામાં બિલના પક્ષમાં 311 વોટ પડ્યા હતા

સોમવારે લોકસભામાં બિલના પક્ષમાં 311 વોટ અને વિરોધમાં 80 વોટ પડ્યા. વિપક્ષના કેટલાક સંશોધનો પર મત વિભાજન પણ ન થયું. બિલ પાસ થયા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશી સહિત બીજેપી અને તેની સહયોગી પાર્ટીઓના સાંસદોએ ગૃહ મંત્રી અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી હતી.

નાગરિકતા સંશોધન બિલ અંગે ક્વિઝ રમો...


આ પણ વાંચો, નાગરિકતા સંશોધન બિલ 2019ને મુસ્લિમ લીગના 4 સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું
First published: December 13, 2019, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading