મુસ્લિમો પાસે 150 દેશોમાં જવાનો વિકલ્પ, હિન્દુઓ પાસે માત્ર ભારત: નિતિન ગડકરી

News18 Gujarati
Updated: December 22, 2019, 8:49 PM IST
મુસ્લિમો પાસે 150 દેશોમાં જવાનો વિકલ્પ, હિન્દુઓ પાસે માત્ર ભારત: નિતિન ગડકરી
નિતિન ગડકરીની તસવીર

નિતિન ગડકરીએ કહ્યું 'નાગરિકતા કાયદા'થી એકપણ ભારતીય મુસ્લિમોને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. આ કાયદો ત્રણ પડોશી દેશો (બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન)માં ધાર્મિક આધાર ઉપર પરેશાન કરવામાં આવેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે.

  • Share this:
નાગપુરઃ નાગરિકતા કાયદા (Citizenship Act) અંગે દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ (Nitin Gadkari) રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી. નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી કરતા નિતિન ગડકરીએ કહ્યું કે, 'હિન્દુત્વ કોઈની સામે નથી. CAAથી કોઈ મુસલમાનને કોઈ જ ખતરો નથી. માત્ર ભારત જ હિન્દુઓને શરણ આપી શકે છે અને ભારતે બધાને અપનાવ્યા છે. '

નિતિન ગડકરીએ કહ્યું 'નાગરિકતા કાયદા'થી એકપણ ભારતીય મુસ્લિમોને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. આ કાયદો ત્રણ પડોશી દેશો (બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન)માં ધાર્મિક આધાર ઉપર પરેશાન કરવામાં આવેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. મુસ્લિમ ભાઈઓથી અપીલ કરું છું કે, કોંગ્રેસના આ ખોટા અભિયાનના માધ્યમથી સમજો કે તમને માત્ર વોટ મશીનના રૂપમાં જોવે છે.

આ પણ વાંચોઃ-Bigg Boss 13: મલ્લિકા શેરાવતે એવું કર્યું કે સલમાન ખાન પણ શરમાયો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વોટ બેન્કની રાજનીતિ માટે વિપક્ષી પાર્ટીઓ મુસલમાનોને ભડકાવી રહી છે. તેમનામાં ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે. ઈસ્લામ ખતરામાં છે. પરંતુ અસલમાં એવું નથી. અમે સલમાઆગા અને અદનાન સામીને નાગરિકતા આપી છે. હું દાવો કરું શું કે આ કાયદાો મુસલમાનો વિરુદ્ધ નથી.

આ પણ વાંચોઃ-OMG! પોલીસકર્મીએ જેલના કેદીને દાવત આપી, પછી થયા આવા હાલ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઈસ્લામિક રાષ્ટ્ર છે. 100થી 150 એવા દેશ છે જેમણે પોતાને ઈસ્લામિક અથવા મુસ્લિમ દેશ જાહેર કરી દીધા છે. તેમણે કહ્યું કે, ડો. આંબેડકરના સંવિધાન પ્રમાણે આ દેશોમાં મુસલમાના મુસલમાન જો પોતાનો દેશ છોડે છે તે તેમની પાસે 100થી 150 વિકલ્પ છે. તેઓ દુનિયાના કોઈપણ મુસ્લિમ દેશમાં શરણ લઈ શકે છે.આ પણ વાંચોઃ-નવા વર્ષમાં સામાન્ય જનતા ઉપર પડશે મોંઘવારીનો માર, જરૂરી વસ્તુઓ થશે મોંઘી

ગડકરીએ કહ્યું કે, પરંતુ હિન્દુઓ, શિખો, ભારતીય બુદ્ધો, ઈસાઈ, જૈનો પાસે જવા માટે કોઈ દેશ નથી. આપણો દેશ બધાને અપનાવે છે. બંધારણમાં એ લખેલું છે કે, જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુ, શિખ, જૈન, પારસી અને ઈસાઈ ભારત આવશે તો તેમને શરણાર્થી સમજવામાં આવશે.

ઉલ્લેખનીય છે નાગરિકતા સંશોધન કાયદો 2019 (CAA) સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલું છે. ઉત્તર પ્રદેશ, આસમ, દિલ્હી, બિહારમાં આ કાયદાનો વિરોધમાં હિંસાત્મક પ્રદર્શન થયા છે.
First published: December 22, 2019, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading