વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, સોનિયા ગાંધીએ કહ્યું - જનતાનો અવાજ દબાવી રહી છે સરકાર

News18 Gujarati
Updated: December 17, 2019, 6:55 PM IST
વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, સોનિયા ગાંધીએ કહ્યું - જનતાનો અવાજ દબાવી રહી છે સરકાર
વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, સોનિયા ગાંધીએ કહ્યું - જનતાનો અવાજ દબાવી રહી છે સરકાર

સંશોધિત નાગરિકતા કાનૂન પર દેશભરમાં થયેલા બબાલને લઈને મંગળવારે પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી

  • Share this:
નવી દિલ્હી : સંશોધિત નાગરિકતા કાનૂન (Citizenship Act)પર દેશભરમાં થયેલા બબાલને લઈને મંગળવારે પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( Ramnath Kovind) સાથે મુલાકાત કરી હતી. વિપક્ષી નેતાઓમાં કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, એકે એન્ટોની, પી .ચિદમ્બરમ, સપા નેતા રામગોપાલ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત પછી સોનિયા ગાંધી(Sonia Gandhi)એ કહ્યું હતું કે આ સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે. પોલીસની યુનિવર્સિટી હોસ્ટેલમાં ઘુસીને છાત્રો પર કાર્યવાહી કરવી ખોટું હતું. સરકાર સંવિધાનનું ઉલ્લંઘન કરી રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દિલ્હી અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં હાલાત તનાવપૂર્ણ છે. જેથી અમે રાષ્ટ્રપતિને મામલામાં દખલ આપવા કહ્યું હતું. પ્રદર્શન કરવો બધાનો લોકતાંત્રિક હક છે.

આ પણ વાંચો - CAA પર PM મોદીએ કહ્યું - આ કાનૂનથી કોઈપણ મુસલમાનની નાગરિકતાને ખતરો નથી


ડેરેન ઓ બ્રાયને કહ્યું હતું કે આ કાયદાને પાછો લેવા માટે અપીલ કરી છે. આ કાનૂન એ રીતે લાગુ ના કરી શકાય તેની સીધી અસર ફક્ત ગરીબ લોકો પર થશે. અમારી પાર્ટી જામિયાના છાત્રો સાથે ઉભી છે. સીતારામ યેચુરીએ કહ્યું હતું કે આ કાળા કાનૂનને પાછો લેવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રપતિ સંવિધાનના પ્રથમ રક્ષક છે અને તેમને સંવિધાન વિરોધી કાનૂનને રદ કરવો જોઈએ.

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે અમે પહેલા જ સંસદમાં આ કાનૂનને લઈને આશંકા જાહેર કરી ચૂક્યા હતી અને હવે દેશના દરેક ખુણે થઈ રહ્યું છે. અમારી આશંકા સાચી સાબિત થઈ રહી છે.
First published: December 17, 2019, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading