કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોલકાતાના બેલૂર મઠ (Belur Math)થી નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act) વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પર પોતાની વાત રજૂ કરી. પીએમ મોદીએ કહ્યું કે, કાયદો નાગરિકતા છીનવી લેવા નહીં પરંતુ તેને આપવા માટે છે. તેઓએ કહ્યું કે કાયદો રાતોરાત નથી બનાવવામાં આવ્યો. પરંતુ મહાત્મા ગાંધી પણ આવું ઈચ્છતા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આટલી સ્પષ્ટતા છતાંય કેટલાક લોકો આ કાયદાને લઈ ભ્રમ ફેલાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) તરફ ઈશારો કરતાં તેઓએ કહ્યું કે, જે વાત અહીં બેઠેલા બાળકોને સમજમાં આવી ગઈ તે વાત રાજકીય રમત રમનારા લોકોને સમજમાં નથી આવી. પીએમે કહ્યું કે, મૂળે તેઓ તેને સમજવા જ નથી માગતા.
પીએમ મોદીએ બેલૂર મઠ ખાતે કહ્યું કે, CAAને લઈ દેશભરમાં ચર્ચા થઈ રહી છે. તેઓએ કહ્યું કે, આ કાયદાને લઈ કેટલાક યુવા ભ્રમનો શિકાર છે. તેઓએ કહ્યું કે, પશ્ચિમ બંગાળની ધરતીથી ફરી એકવાર તેઓ લોકોને આશ્વસ્ત કરવા માંગે છે કે કાયદો નાગરિકતા આપવા માટે બનાવ્યો છે, છીનવી લેવા માટે નહીં. પીએમે કહ્યું કે કાયદો રાતોરાત નથી બન્યો. પરંતુ આ કાયદામાં સંસદ દ્વારા માત્ર એક સંશોધન કરવામાં આવ્યું છે. પીએમે કહ્યું કે આ કાયદામાં નાગરિકતા લેવાની સગવડ વધારવામાં આવી છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાનમાં ધર્મના આધારે દમન ભોગવતા લોકોને ભારતની નાગરિકતા મળે એવું મહાત્મા ગાંધી પણ ઈચ્છતા હતા. તેઓએ કહ્યું કે CAA પર ગેરસમજો દૂર કરવી જોઈએ.
વડાપ્રધાને બેલૂર મઠમાં ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું ભારત આવેલા શરણાર્થીઓને મરવા માટે છોડી દેવા જોઈએ, શું તેમને લઈને અમારી જવાબદારી નથી. પીએમે કહ્યું કે આટલી સ્પષ્ટતા છતાંય કેટલાક લોકો CAAને લઈ ભ્રમ ફેલાવી રહ્યા છે. મને ખુશી છે કે આજના યુવા જ આવા લોકોના ભ્રમ દૂર કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે તમારા જેવા યુવા CAAની જે વાતને સમજી ગયા છે, રાજનીતિનો ખેલ રમનારા તેને સમજવા નથી માંગતા.
આ પણ વાંચો, PM મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પી, કહ્યું- બેલૂબ મઠ મારા ઘર જેવો Published by:Mrunal Bhojak
First published:January 12, 2020, 10:48 am