CAA : દિલ્હીના દરિયાગંજમાં બબાલ, UPના 12 જિલ્લામાં હિંસા, 5 લોકોના મોત

દિલ્હીના દરીયાગંજમાં પ્રદર્શનકારીઓએ આગજની કરી

દિલ્હીના દરીયાગંજમાં પ્રદર્શનકારીઓએ આગજની કરી

  • Share this:
    નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ સામે આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કાનપુર અને ફિરોઝાબાદમાં ફાયરિંગની ઘટના બની છે.  ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું છે કે પ્રદેશમાં હિંસાની ઘટનાઓમાં આજે પાંચ લોકોના મોત થયા છે.

    બીજી તરફ દિલ્હીના દરીયાગંજમાં પ્રદર્શનકારીઓએ આગજની કરી હતી. પોલીસ ઉપર પ્રદર્શનકારીઓએ પત્થરમારો પણ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે ભીડ દરીયાગંજ વિસ્તારની નથી. પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી એક ગાડીને આગ લગાડી દીધી હતી. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. પોલીસે પ્રદર્શનકારીઓને દુર કરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

    આ પણ વાંચો - ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોલીસને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સત્તા આપી



    પત્થરમારાની ઘટના ઉત્તર-પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પણ બની હતી. એડિશનલ ડીસીપી રોહિત રાજબીર સિંહ ઇજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે સવારથી જ રાજધાનીના ઘણા વિસ્તારમાં પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકોએ શાંતિ પૂર્ણ રીતે વિરોધ કર્યો હતો તો કેટલાક સ્થાને પ્રદર્શને હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું.

    દિલ્હીના પૂર્વી ક્ષેત્રના ડીસીપી સૂર્યાએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સાંજે સીલમપુર ફ્લાયઓવર અને લોહા પુલના આસપાસ ક્ષેત્રોમાં ભેગા થયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

    કેટલાક વિસ્તારમાં નાગરિકતા કાનૂનના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા હતા અને પોતાની વાત રાખી હતી.
    Published by:Ashish Goyal
    First published: