Home /News /national-international /

પાપડના પેકેટની અંદર સંતાડી વિદેશી કરન્સી, તો પણ પકડાઇ ચાલબાજી, જુઓ Video

પાપડના પેકેટની અંદર સંતાડી વિદેશી કરન્સી, તો પણ પકડાઇ ચાલબાજી, જુઓ Video

બેગમાં પાપડ મળ્યા હતા. પાપડ વચ્ચે 19,900 અમેરિકન ડોલર હતા. જેની ભારતીય રૂપિયામાં 15.5 લાખ રૂપિયા કિંમત થાય છે

Foreign Currency - જાણકારી પ્રમાણે ઋષિકેશ વિસ્તારાની ફ્લાઇટથી બેંગકોક જઇ રહ્યો હતો. સીઆઈએસએફને તેના પર શંકા જતા તેની બેગ તપાસી હતી

    દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (delhi indira gandhi international airport)પર એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સીઆઈએસએફે (CISF)15.5 લાખ રૂપિયાની વિદેશી કરન્સી (foreign currency)જપ્ત કરી છે. આ કરન્સી પાપડના પેકેટની (papad packet)વચ્ચે સંતાડીને લઇ જવામાં આવી રહી હતી. આ કેસમાં કસ્ટમ વિભાગે ઋષિકેશ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

    જાણકારી પ્રમાણે ઋષિકેશ વિસ્તારાની ફ્લાઇટથી બેંગકોક જઇ રહ્યો હતો. સીઆઈએસએફને તેના પર શંકા જતા તેની બેગ તપાસી હતી. આ દરમિયાન બેગમાં પાપડ મળ્યા હતા. પાપડ વચ્ચે 19,900 અમેરિકન ડોલર હતા. જેની ભારતીય રૂપિયામાં 15.5 લાખ રૂપિયા કિંમત થાય છે.

    આ પણ વાંચો - લોકસભામાં મોંઘવારીની ચર્ચા વચ્ચે મહિલા સાંસદ છૂપાવી રહ્યા હતા 1.5 લાખની બેગ, Viral

    સીઆઈએસએફની પૂછપરછમાં ઋષિકેશ આ રકમનો કોઇ હિસાબ આપી શક્યો ન હતો. આ અમેરિકન ડોલર પાપડના પેકેટની અંદર સંતાડીને બહાર લઇ જવામાં આવી રહી હતી. આ પછી સીઆઈએસએફે આરોપીને કસ્ટમ વિભાગના હવાલે કરી દીધો હતો.



    કસ્ટમ વિભાગ એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે આરોપી અમેરિકન ડોલરને કયા ઉદ્દેશ્યથી સંતાડીને લઇ જતો હતો. CISF એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પાપડ વચ્ચે રૂપિયા સંતાડીને લઇ જવાનો આરોપીનો વીડિયો પર શેર કર્યો છે.

    એરપોર્ટ ટર્મિનલ પર ઉભેલા વિમાનની નીચે ઘુસી ગઇ કાર

    દિલ્હીના (Delhi)ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. IGI ટર્મિનલ T-2 પર ઇન્ડીગોના નોઝ એરિયાની નીચે ગો ગ્રાઉન્ડમાં મારુતિની ગાડી આવી ગઇ હતી. આ વિમાન દિલ્હીથી પટના જવા માટે ઉડાન ભરવાનું હતું. કાર વિમાનના નોઝ વ્હિલ (આગળના પૈડા)થી ટકરાવવાથી બાલ બાલ બચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે આ કાર કેવી રીતે પહોંચી ગઇ?

    એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ડીજીસીએ મામલાની તપાસ કરશે. અધિકારીઓએ કહ્યું કે દારૂના સેવન માટે કાર ચાલકનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે પણ તે નેગેટિવ આવ્યો છે. એટલે કે કાર ચાલકે દારૂ પીધો ન હતો. સૂત્રોના મતે વિમાનને કોઇ નુકસાન થયું નથી. આ ઘટના એરપોર્ટના ટર્મિનલ-2ના સ્ટેન્ડ નંબર 201 પર થઇ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CISF, Delhi airport, ક્રાઇમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन