મુંગેર : પત્નીની હત્યા માટે સીઆઈએસએફના (CISF)જવાને એવું ષડયંત્ર રચ્યું કે જે જાણીને બધા દંગ થઇ ગયા હતા. જે પત્નીને તે પ્રેમ કરવાનું નાટક કરતો હતો તેની જ હત્યા (Murder)પ્રોફેશનલ કિલર એટલે શૂટર્સ (Shooters) પાસે સવા લાખ રૂપિયાની સોપારી આપીને કરાવી હતી. મર્ડર, થ્રિલ અને મિસ્ટ્રીની (Murder Mystery)આ કહાનીનો જ્યારે પોલીસે ખુલાસો કર્યો તો બધા સાંભળીને દંગ રહી ગયા હતા.
ઘટના બિહારના મુંગેરની છે. પોલીસે 36 કલાકની અંદર જ મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય ઉકેલું દીધું હતું અને કાતિલોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મૃતક મહિલાના પતિ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુંગેરના કાસિમબજાર સ્થિત સાસરિયામાં સવારે 5 કલાકે દીપિકા શર્માની હત્યા ઘરની બહાર ગોળી મારીની કરવામાં આવી હતી. મૃતકના ભાઈ કુમાર ભાનુની લેખિત અરજી પર કાસિમ બજાર પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ટીમ બનાવી તપાસમાં લાગી હતી. સૌ પ્રથમ ઘરમાં રહેલા મૃતકના દિયર છોટુ શર્મા, ભૈસરુ રાજીવ કુમાર, ફુફા દિયર સુમિત કુમારની કોલ ડિટેલ કાઢવામાં આવી હતી. જેના આધારે શૂટર ગૌતમ કુમાર, પતલુ અને સંજીવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
શૂટર ગૌતમ કુમારે જણાવ્યું કે સીઆઈએસએફ ધનબાદમાં નિયુક્ત મૃતક મહિલાનો પતિ પોતાની પત્નીની હત્યા કરાવવા માંગતો હતો. જે માટે 1 લાખ 20 હજાર રૂપિયામાં સોપારી આપી હતી. એડવાન્સમાં 20 હજાર રૂપિયા આપ્યા હતા. સુમિત કુમાર એક સપ્તાહ સુધી મહિલાના સાસરિયામાં રીને દિયર છોટુ શર્મા સાથે રેકી કરી રહ્યો હતો. 14 નવેમ્બરે સવારે ટોઇલેટ જવાના સમયે હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. દીપિકાના ટોઇલેટ જવા દરમિયાન સુમિત કુમારે શૂટર ગૌતમને જાણ કરી હતી. આ દરમિયાન ત્રણ શૂટર ગૌતમ, સંજીવ અને પતલુ ઘરની દિવાલ કુદીને દીપિકાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ પહેલા 2017માં દીપિકા શર્માના પિયર બરિયાપુરમાં ગોળીબારીની ઘટના થઇ હતી. તે સમયે મૃતક દીપિકા 7 મહિનાની ગર્ભવતી હતી. તે સમયે એક ગોળી તેના હાથમાં વાગી હતી. જેના કારણે તેનો હાથ બરાબર કામ કરતો ન હતો. આ કારણે તેના સાસરિયાના લોકો તેને પસંદ કરતા ન હતા. તે માટે તેની હત્યા કરી દીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર