Home /News /national-international /CISF ASI Recruitment 2021: CISFમાં 690 પદો માટે ભરતી, ફટાફટ કરો અરજી

CISF ASI Recruitment 2021: CISFમાં 690 પદો માટે ભરતી, ફટાફટ કરો અરજી

CISFમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

CISFમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

CISF ASI Recruitment 2021: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ Central Industrial Security Force-CISF) દ્વારા એએસઆઇ (ASI)ના 690 પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો CISFની ઓફિશિયલ વેબસાઇટ https://www.cisf.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી, 2021 છે. ત્યારબાદ કોઈ પણ ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

આ ભરતી એ ઉમેદવારો માટે છે જેઓ કોન્સ્ટેબલ, જીડી કોન્સ્ટેબલ એન ટ્રેડ્સમેનની નોકરી કરી રહ્યા છે. વધુ જાણકારી ઉમેદવાર CISFની વેબસાઇટ પર જઈને મેળવી શકે છે. પસંદગીની યોગ્યતા સાથે જોડાયલી તમામ વિગતો વેબસાઇટ પર આપવામાં આવી છે.

અગત્યની તારીખો

- ઓનલાઇન અરજી 4 જાન્યુઆરી 2021થી કરી શકાશે.
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2021 છે.

શૈક્ષણિક યોગ્યતા

આ પદો પર ભરતી માટે ઉમેદવારોની પાસે ગ્રેજ્યૂએશનની ડિગ્રી કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની હોવી જોઈએ. સાથોસાથ ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વધુ જાણકારી ઉમેદવાર વિભાગની ઓફિશિયલ વેબસાઇટથી મેળવી શકે છે.

આ પણ જુઓ, Viral Photos: ઘરના ત્રીજા માળે ચડી ગયો હતો આખલો, 3 કલાકની મહેનત બાદ ક્રેનથી કરાયું રેસ્ક્યૂ

આવી રીતે કરો અરજી

- અરજી કરવા માટે સૌથી પહેલા CISFની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એડમિટ એપ્લાય લિંક પર ક્લિક કરો.
- પોતાની પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરો.
- અંતમાં ફોર્મ ફી જમા કરીને તેની એક નકલ પોતાની પાસે રાખી લો.

આ પણ જુઓ, ‘ઓ બેટા જી...’ ગીત પર USના આ શખ્સે દીકરા સાથે કર્યો જોરદાર ડાન્સ, Video થઈ રહ્યો છે Viral

સંદગી પ્રક્રિયા

આ પદો પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ્સના વેરિફેકશન બાદ કરવામાં આવશે.
First published:

Tags: CISF, Employment, Jobs, Recruitment, Salary, Vacancy, અરજી