કાઉંસિલ ફોર દ ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે કે, CISCE Boardએ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. આઈસીએસઈના 10મું અને આઈએસસીના 12માંની વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરીમાં આયોજીત કરવામા આવશે. આ વર્ષે ICSE ની ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરી અને ISC ની 12ની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી શરુ થશે. ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cisce.org પર ડેટશીટ ચેક કરી શકે છે.
કાઉંસિલ ફોર દ ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશ અનુસાર, ICSE ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 29 માર્ચની વચ્ચે આયોજીત થશે. ધોરણ 12ની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે આયોજીત થશે. ડેટશીટ જાહેર થતાની સાથે સાથે સબ્જેક્ટ વાઈઝ ટાઈમ ટેબલ પીડીએફ નીચે જોઈ શકશો.
સ્ટેપ-1. ડેટશીટ ચેક કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ cisce.org પર જવાનું રહેશે. સ્ટેપ-2. હોમ પેજ પર Notice Board પર જાઓ. સ્ટેપ-3. ધોરણ 12ની ડેટશીટ જોવા માટે ‘ISC (Class XII) Year 2023 Timetable and Instructions’ પર ક્લિક કરો. સ્ટેપ-4. ધોરણ 10ની ડેટશીટ જોવા માટે ‘ICSE (Class X) Year 2023 Timetable and Instructions’ પર ક્લિક કરો. સ્ટેપ-5. આપને ICSE ધોરણ 10 અને ISC ધોરણ 12ની ડેટશીટ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ-6. તેને ડાઉનલોડ કરી લો. આપ ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ પણ કરાવી શકશો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર