ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકોર્ડ બનાવનારો શો CID, હવે પોતાના દર્શકોને અલવિદા કરશે. જ્યારથી આ સમાચાર બહાર આવ્યા છે, ત્યારથી તેના ફેન્સમાં ખુબ જ નિરાશા છે, કારણ સ્પષ્ટ છે કે આટલા લાંબા સમય સુધી ટીવીના દર્શકોનું મનોરંજન કરનારો શો અચનાક બંધ થઇ જાશે કોઇએ વિચાર્યુ પણ ન હતું. જો કે અંગત સૂત્રોનું કહેવું છે કે સીઆઇડીના ફેન્સ માટે એક ગુડ ન્યૂ પણ છે, કહેવામાં આવી રહ્યું છે કે આ ટીવી શો હાલ ઓફ એર કરવામાં આવશે, પરંતુ ટૂંક સમયમાં ફરી શરૂ થઇ જશે.
સોની ટીવીની ટીમે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચિતમાં જણાવ્યું કે સીઆઇડીની આ સીઝન ઓફ એર થઇ રહી છે, હવે અમે સીઆઇડીની બીજી સીઝન લઇને આવીશું. આડકતરી રીતે સોની ટીવીની ટીમે જણાવ્યું કે નવી સીઆઇડીની નવી સીઝનમાં કેટલાક નવા ચહેરા પણ જોવા મળી શકે છે.
જો સીઆઇડીની નવી સીઝન આવશે તો કેટલાક નવા ચહેરાને તક પણ મળશે, જો કે સીઆઇડીના રેકોર્ડ એવો રહ્યો છે કે ઓફિસર્સને દરવાજો તોડતા તો આવડવું જ જોઇએ. હવે જોવાનું રહ્યું કે આ વખતે પણ દરવાજા તોડનારનું કામ કરનાર દયા ફરી જોવા મળશે કે કેમ, અથવા નવા આર્ટિસ્ટને આ કામ સોંપવામાં આવશે.
જો કે એ વાત તો નક્કી જ છે કે દર્શકોના પ્રિય ટીવી શો સીઆઇડી હંમેશા માટે બંધ નથી થવાનું. શોને માત્ર થોડો આરામ આપવામાં આવ્યો છે, બીજી સીઝનની સાથે શો ટૂંક સમયમાં પરત ફરશે. આ વાપસી નવા વર્ષના તહેવારે જ શરૂ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સીઆઇડીની પોપ્યુલેરિટી એટલી છે કે ટીવી શોના કિરદારો અને ડાયલોક લોકોને મોઢે યાદ છે.