Home /News /national-international /USની જાસૂસી એજન્સીએ કબૂલ્યું, 'RSS રાષ્ટ્રવાદી સંગઠન'

USની જાસૂસી એજન્સીએ કબૂલ્યું, 'RSS રાષ્ટ્રવાદી સંગઠન'

    અમેરિકન જાસૂસી એજન્સી સીઆઇએએ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેના કારણે દેશમાં ફરી ચર્ચા જાગી છે. CIAએ પોતાના રિપોર્ટ જણાવ્યું કે ભારતમાં કાર્યરત વીએચપી અને બજરંગદળ એક આતંકવાદી સંગઠન છે, તેઓ ધાર્મિક ઉગ્રવાદી સંગઠન છે, તો આરએસએસ એક રાષ્ટ્રવાદી સંગઠન છે.

    સીઆઇએ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ ફેક્ટ બૂકમાં વિહિપ અને બજરંગદળને રાજનીતિક દબાણ ગ્રૂપની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સીઆઇએની ફેક્ટબૂકમાં વિહિપ અને બજરંગદળ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, આરએસએસને રાષ્ટ્રવાદી સંગઠન તરીકે દર્શાવવામાં આવ્યું છે.

    વર્લ્ડ ફેક્ટ બૂકમાં કાશ્મીરના સંગઠન ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રેન્સને એક અલગાવવાદી સમૂહ ગણાવવામાં આવ્યું છે, તેમાં જમિયત ઉલેમા-એ-હિંદને પણ એક ધાર્મિક સંગઠન ગણાવવામાં આવ્યું છે.

    મધ્યપ્રદેશના રાજગઢમાં બજરંગ દળ દ્વારા એક ટ્રેનિંગ કેમ્પ શરૂ કરાયો હતો જેમાં કાર્યકર્તાઓને વિવિધ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી


    વર્લ્ડ ફેક્ટ બૂક અમેરિકન જાસૂસી એજન્સી સીઆઇએ દ્વારા દર વર્ષે  પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ બૂકમાં દુનિયાના 267 દેશ-વિસ્તારનો ઇતિહાસ, લોકો, સરકાર, અર્થવ્યવસ્થા, ઉર્જા, ભૂગોળ, સંચાર, વાહનવ્યવહાર, સેના અને અન્ય અનેક મુદ્દા અંગે જાણકારી આપવામાં આવે છે.

    કહેવામાં આવી રહ્યું છે કે વીએચપી અને બજરંગદળ અમેરિકન જાસૂસી એજન્સીના રિપોર્ટથી નારાજ છે, અને આ બૂકમાંથી નામ હટાવવા કાયદાકીય પગલા લેવાનું વિચારી રહ્યા છે. ધ પ્રિન્ટ સાથે વાતચીતમાં બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક મનોજ વર્માએ કહ્યું કે આ સમાચાર થોડા સમય પહેલા જ અમને જાણવા મળ્યા હતા, અમે તજજ્ઞો સાથે વિચાર વિમર્સ કરી રહ્યાં છીએ અને કાનુની સલાહ લીધી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: VHP, સીઆઇએ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन