ચુરુ : રાજસ્થાનના ચુરુમાં ગુરુવારે રેતીનું જોરદાર વાવાઝોડું (Sandstorm)આવ્યું હતું. જેના કારણે દિવસે પણ રાત જેવુ અંધારુ થઈ ગયું હતું. લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાકથી વધારેની ઝડપથી આવેલા રેતીના તોફાનના કારણે શહેરમાં બપોરે અંધારુ છવાઇ ગયું હતું અને વિઝિબિલિટી શૂન્ય (Visibility zero)થઈ ગઈ હતી. સ્થાનીય ભાષામાં કાળી-પીળી આંધી કહેવામાં આવતા આ વાવાઝોડાના કારણે વાહન ચાલકોએ દિવસે પણ લાઇટ કરવી પડી હતી.
ચુરુમાં મોસમમાં આ ફેરફાર બપોરે લગભગ 11.45 કલાકે આવ્યો હતો. ઉત્તરી-પશ્ચિમી દિશાથી અચાનક રેતીનું વિશાળકાય વાવાઝોડું આવ્યું હતું. આસમાનમાં આવેલું રેતીનું બવંડર જોત જોતામાં આખા શહેરમાં ફરી વળ્યું હતું. આ વાવાઝોડું એટલી ઝડપથી આવ્યું કે લોકો કશું સમજી શક્યા જ ન હતા. વાહન ચાલકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા હતા. જિલ્લાના સરદારશહર અને રતનગઢમાં પણ જોરદાર તોફાની હવા જોવા મળી હતી. રેતીનું વાવાઝોડું પણ આવ્યું હતું.
મોસમ વિભાગના ચુરુના પ્રભારી રવિન્દ્ર સિહાગે જણાવ્યું કે આ વાવાઝોડાની સ્પીડ લગભગ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. જ્યારે વિઝિબિલિટી શૂન્ય રહી હતી. આ રેતીના તોફાનની ઉંચાઇ 150 ફૂટ સુધીની હતી. અચાનક આવેલા રેતીના તોફાનનું કારણ બતાવવા કહ્યું હતું કે બે સ્થાને વાયુમંડલીય દબાણમાં અંતર અને પૃથ્વીની ગરમ સતહ પર વરસાદના કારણે આવી રીતના રેતીના તોફાન આવે છે. થોડા દિવસો પહેલા જેસલમેરમાં આવું તોફાન આવ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર