church stampede in Nigeria : નાઇજીરીયા (naizeria) ના રાજ્ય પોલીસના પ્રવક્તા ગ્રેસ વોએન્ગીકુરો ઇરિંજ-કોકોને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે નાસભાગ થઈ ત્યારે ભેટ આપવાની પ્રક્રિયા શરૂ પણ થઈ ન હતી. વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ જણાવ્યું હતું કે, દરવાજા બંધ હોવા છતાં ભીડ બળજબરીથી સ્થળમાં પ્રવેશી હતી
church stampede in Nigeria : શનિવારે દક્ષિણપૂર્વ નાઇજિરિયન શહેર (naizerian) પોર્ટ હાર્કોર્ટ (port harcourt) માં એક ચર્ચમાં કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. સીએનએનએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. શનિવારે વહેલી સવારે ચર્ચમાં ભોજન લેવા આવેલા હજારો લોકોએ ગેટ તોડી નાખ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો હતા.
નાઇજીરીયાના સિવિલ ડિફેન્સ કોર્પ્સના પ્રાદેશિક પ્રવક્તા ઓલુફેમી અયોડેલના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ ઘટના સ્થાનિક પોલો ક્લબમાં બની હતી, જ્યાં નજીકના કિંગ્સ એસેમ્બલી ચર્ચે ગિફ્ટ ડોનેશન ડ્રાઇવનું આયોજન કર્યું હતું. CNNએ તેમને ટાંકીને કહ્યું હતું કે, "ગિફ્ટની વસ્તુઓના વિતરણની પ્રક્રિયા દરમિયાન, ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. મોટાભાગના જાનહાનિમાં બાળકો ભોગ બન્યા હતા."
'ગેટ બંધ હોવા છતાં ટોળાએ સ્થળ પર પ્રવેશવાનો પ્રયાસ કર્યો'
સીએનએનએ રાજ્ય પોલીસના પ્રવક્તા ગ્રેસ વોએન્ગીકુરો ઇરિંજ-કોકોને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે નાસભાગ થઈ ત્યારે ભેટ આપવાની પ્રક્રિયા શરૂ પણ થઈ ન હતી. વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ જણાવ્યું હતું કે, દરવાજા બંધ હોવા છતાં ભીડ બળજબરીથી સ્થળમાં પ્રવેશી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ કહ્યું, "31 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઘટના બાદ સાત ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર