Home /News /national-international /FB ડેટા લીકઃ ક્રિસ્ટોફરે ખોલ્યું રહસ્ય- 'ભારતમાં જાતિ આધારિત જાણકારી માંગે છે પાર્ટીઓ'

FB ડેટા લીકઃ ક્રિસ્ટોફરે ખોલ્યું રહસ્ય- 'ભારતમાં જાતિ આધારિત જાણકારી માંગે છે પાર્ટીઓ'

ફેસબુક ડેટા લીક બાબતે વ્હિલસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીએ દાવો કર્યો છે કે, રાજકીય પાર્ટીઓના કહેવા પર કેમ્બ્રિઝ એનાલિટિકા (CA/SCL)એ વર્ષ 2012માં ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી. વાયલીએ બુધવારે એક ટ્વિટ કર્યું, "કેટલાક ભારતીય પત્રકારોએ મારા પાસેથી ભારતીય ઈલેક્શનમાં CA/SCLની ભૂમિકાને લઈને જાણકારી માંગી છે." હું ભારતના કેટલાક પ્રોજેક્ટની જાણકારી શેર કરી રહ્યો છું. તે સાથે જ હું અહી સૌથી વધારે પૂછાયેલા પ્રશ્નના જવાબ આપવા માંગીશ- હાં SCL/CA ભારતમાં પણ કામ કરે છે. તેની ભારતમાં કેટલીક ઓફિસો છે.

આ ટ્વિટ સાથે ક્રિસ્ટોફરે ત્રણ ગ્રાફિક્સ તસવીરો પણ શેર કરી છે. આમાંની એક તસવીરમાં વર્ષ 2003થી 2012 સુધી ભારતના અલગ-અલગ રાજ્યોમાં થયેલ ઈલેક્શનનો ઉલ્લેખ કર્યો છે. આમાં લખ્યું છે કે, 2011-2012માં એક રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટી માટે એસસીએલે ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી. આ દરમિયાન ઘરે-ઘરે જઈને જાતિના આધાર પર વોટરોની ઓળખ કરી. આ રિસર્ચમાં પ્રદેશની જાતિ આધારિત સરચનાની સ્ટડી કરવામાં આવી. આના દ્વારા પાર્ટીના સમર્પિત વોટર અને પોતાના વોટ બદલનાર મતદાતાઓની ઓળખ કરવામાં આવી. આનાથી પહેલા 2009 ઈલેક્શનમાં એસસીએલે કેટલાક ઉમેદવારો માટે કામ કર્યું.

જ્યારે 2010 બિહાર ઈલેક્શનમાં એસસીએલે જનતા દળ (યૂનાઈટેડ) માટે કામ કર્યું. આ ઈલેક્શનમાં એસસીએલે મતદાતાઓની સાથે-સાથે વર્તણૂંકની પણ સ્ટડી કરીને તેના આધારે પાર્ટી માટે ઈલેક્શનની રણનીતિ પણ તૈયાર કરી આપી. આ ઈલેક્શનમાં પણ વોટર્સની જાતિ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું.


તે ઉપરાંત કંપનીએ 2007માં ઉત્તર પ્રદેશ, કેરલ, પશ્ચિમ બંગાળ, અસમ, બિહાર, ઝારખંડમાં પણ કામ કર્યું. આનાથી પહેલા 2003માં મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ઈલેક્શનમાં કંપનીએ એક રાષ્ટ્રીય પાર્ટી માટે કામ કર્યું. આ ઈલેક્શનમાં મતદાતાઓના વોટિંગ વર્તણૂંકની સ્ટડી કરવામાં આવી. તે ઉપરાંત દિલ્હી અને છત્તીસગઢમાં પણ કંપની કામ કરી ચૂકી છે.

ક્રિસ્ટોફરે ભારતનો એક મેપ શેર કરતાં જણાવ્યું કે, અહી ગાજિયાબાદના ઈન્દિરાપુરમમાં એસસીએલ/કેમ્બ્રિજ એનાલિટિકાની હેડ ઓફિસ છે. જ્યારે અમદાવાદ, બેંગ્લોર, પૂણે, કટક, ગાજિયાબાદ, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોલકાતા અને પટનામાં વિસ્તાર કાર્યાલય પણ છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો