ભગવાન ગણેશની ભક્તિમાં ડૂબી ગયો ખ્રિસ્તી શખ્સ, બે કરોડમાં બંધાવ્યું ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિર

કર્ણાટકના શિરવામાં ખ્રિસ્તી વ્યક્તિએ બનાવ્યું મંદિર (તસવીર- News18)

ગેબ્રિયલ નાઝરેથે પોતાના વતન ઉડ્ડુપીમાં બનાવેલા મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ હૂબહૂ મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી સ્થાપી છે

  • Share this:
    મુંબઈ. ગેબ્રિયલ નાઝરેથ (Gabriel Nazareth) જ્યારે 13 વર્ષના હતા તો ખિસ્સામાં માત્ર 3 રૂપિયા લઈને મુંબઈ (Mumbai) આવ્યા હતા. તેમને એ ખબર નહોતી કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. ગેબ્રિયલે અનેક રાતો ફુટપાથ પર પસાર કરી અને પેટ ભરવા માટે અનેક પ્રકારના નાના-મોટા કામ પણ કર્યા. અંતે એક દિવસ તેમને મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિર (Sri Siddhi Vinayak Temple)ની પાસે સ્થિત એક મેટલ ડાઇની દુકાનમાં નોકરી મળી. ત્યારબાદ તેઓ જ્યારે પણ સિદ્ધિ વિનાયક મંદિર સામેથી પસાર થતા, તો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. ધીમેધીમે તેઓ ભગવાન ગણેશ (Ganpati)ના ભક્ત બની ગયા.

    ગેબ્રિયલે મેટલ ડાઇની દુકાન પર પૂરી મહેનતથી કામ કર્યું અને બાદમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો. સમયની સાથે તેમણે સારા પૈસા કમાયા. પરંતુ એક દિવસ તેઓએ નક્કી કર્યું કે તેઓ પોતાના ગામ પરત જશે અને નિવૃત્ત જિંદગી પસાર કરશે. ગેબ્રિયલે પોતાનો કારોબાર વેચી દીધો અને સામાન પોતાના ભરોસાપાત્ર કર્મચારીઓને આપી દીધો. ત્યારબાદ તેઓ કર્ણાટક (Karnataka)ના ઉડ્ડુપી (Udupi)થી 14 કિલોમીટર દૂર સ્થિત પોતાના ગામ શિરવા આવી ગયા.

    આ દરમિયાન તેમના માતા-પિતાનું પણ નિધન થઈ ચૂક્યું હતું અને તેમના તમામ ભાઈ-બહેન અલગ-અલગ સ્થળે વસી ગયા હતા. તેઓ આટલા વર્ષો દરમિયાન પોતાના પરિવાર સાથે સંપર્કમાં રહ્યા હતા. તેઓએ લગ્ન નથી કર્યા. તેમની પાસે શિરવામાં એક વારસાઈ જમીન હતી. એક દિવસ ગેબ્રિયલે તે જમીન પર પોતાના માતા-પિતાની સ્મૃતિમાં ભગવાન ગણેશનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો.

    આ પણ વાંચો, Guinness World Record: આ છે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ, 16000 રૂપિયામાં મળે છે માત્ર એક


    ત્યારબાદ તેઓએ પોતાની કમાણીમાંથી ત્યાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિર ઓગસ્ટ 2020માં બનવાનું શરૂ થયું હતું અન હવે તેનું :નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ગેબ્રિયલના બે દોસ્ત સતીશ શેટ્ટી અને રત્નાકર કુકિયાંને મંદિરના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

    સતીશ શેટ્ટીએ કહ્યું કે, ગેબ્રિયલે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. સંઘર્ષના સમયમાં ઘણા દિવસ ભૂખ્યા પેટે પસાર કર્યા છે. તેમનું માનવું છે કે હવે તેને જે કંઈ પણ મળ્યું છે તે ભગવાન સિદ્ધિ વિનાયકના આશીર્વાદથી મળ્યું છે.

    આ પણ વાંચો, તસ્કરો પાસેથી મળી આવ્યો દુર્લભ પ્રજાતિનો સાપ, કિંમત સાંભળીને હોશ ઊડી જશે

    જોકે, એક ખ્રિસ્તી વ્યક્તિ દ્વારા મંદિર નિર્માણ સામે કેટલાક લોકોએ વાંધો પણ ઉઠાવ્યો. ગેબ્રિયલનું કહેવું છે કે, કોઈ શું વિચારે છે તેની ચિંતા નથી કરતો. ભલે તે પરિવારના સભ્યો હોય કે ગામ લોકો. મેં આ મંદિર મારા માતા-પિતાની સ્મૃતિમાં બનાવ્યું છે .હું રોજ મંદિર જઈને ખુશ થાઉં છું’. ગેબ્રિયલે મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ હૂબહૂ મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી બનાવડાવી છે.

    શેટ્ટીનું કહેવું છે કે, ગેબ્રિયલ નાઝરેથને ચર્ચ જવાથી નથી રોકવામાં આવ્યો. તે ખ્રિસ્તી છે, જે ભગવાન સિદ્ધિ વિનાયકમાં આસ્થા ધરાવે છે. તેણે તો ચર્ચના પાદરીને પણ મંદિરના શુભારંભ પર આમંત્રિત કર્યા હતા. પરંતુ કોઈ કારણવશ તેઓ નહોતા આવી શક્યા. જોકે, તેમણે મંદિર આવવવાનો વાયદો કર્યો છે. ગેબ્રિયલની ઉમંર હવે 77 વર્ષ છે.
    Published by:Mrunal Bhojak
    First published: