હુમલાખોરે ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં આ રીતે વર્તાવ્યો હતો કહેર

હુમલાખોરે જે ગનનો ઉપયોગ કર્યો હતો તેની ઉપર ભૂતકાળમાં જે શહેરમાં માસ શૂટિંગના બનાવો બન્યા હતા તે સ્થળો અને કોણે આ હુમલાઓ કર્યા હતા તેના નામ લખવામાં આવ્યા હતા.

News18 Gujarati
Updated: March 15, 2019, 3:47 PM IST
હુમલાખોરે ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં આ રીતે વર્તાવ્યો હતો કહેર
હુમલાખોર
News18 Gujarati
Updated: March 15, 2019, 3:47 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : શુક્રવારે બપોરે 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચ ખાતે આવેલી અલ નૂર મસ્જિદમાં બ્રેન્ટન ટેરન્ટ નામના ઓસ્ટ્રેલિયને ગોળીબાર કર્યો હતો. ટેરન્ટે પોતાના આ અધમ કૃત્યને કેમેરામાં કંડાર્યું હતું, એટલું જ નહીં તેણે ફેસબુક લાઇવ પણ કર્યું હતું. ટેરન્ટ જ્યારે ગન્સ સાથે મસ્જિદમાં પ્રવેશ્યો ત્યારે નમાઝ પઢવામાં આવી રહી હતી. તેણે પોતાના ફેસબુક પેજ પર પોતાના આ કૃત્યનું 17 મિનિટનું લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન વ્યક્તિ મસ્જિદની અંદર 100થી વધારે રાઉન્ડ ફાયરિંગ કરે છે. થોડી મિનિટો સુધી ચાલેલા આ ફાયરિંગ બાદ મસ્જિદનો રૂમ લાશોથી ભરાય ગયો હતો. હુમલાખોરે જે ગનનો ઉપયોગ કર્યો હતો તેની ઉપર ભૂતકાળમાં જે શહેરમાં માસ શૂટિંગના બનાવો બન્યા હતા તે સ્થળો અને કોણે આ હુમલાઓ કર્યા હતા તેના નામ લખવામાં આવ્યા હતા.

કેવી રીતે કર્યો હુમલો?

ટેરન્ટ આર્મી જેવા કપડાં અને એક હેલ્મેટ પહેરીને હુમલો કરવા નીકળ્યો હતો. હુમલા પહેલા તેને એવું કહેતા સાંભળવામાં આવ્યો હતો કે, "ચાલો આ પાર્ટી શરૂ કરીએ."

આર્મી જેવા ડ્રેસમાં સજ્જ થઈને ટેરન્ટે પોતાની કાર મસ્જિદ તરફ હંકારી હતી. આ દરમિયાન તેની કારમાં ફોક્સ મ્યુઝિક અને મિલિટરી ટ્યૂન વાગી રહી હતી. મસ્જિદ ખાતે તેણે એક ખૂણામાં કારને પાર્ક કરી હતી.

પોતાની કારમાં રાખેલી છ જેટલી ગનને બહાર કાઢ્યા બાદ ટેરન્ટ મસ્જિદના મુખ્ય દરવાજાથી અંદર ગયો હતો. બાદમાં જે જગ્યાએ નમાઝ પઢવામાં આવી રહી હતી ત્યાં તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

મસ્જિદમાં જે પણ નજરે પડ્યું તેના પર ટેરન્ટે ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ઘાયલ થયેલો એક વ્યક્તિ ઢસડાઈને બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ટેરન્ટે તેને પણ નિર્દયી રીતે ઠાર કરી દીધો હતો.

ટેરન્ટ એટલા ઝનૂનથી ફાયરિંગ કરી રહ્યો હતો કે ક્યારેક તો તેને એ પણ ભાન ન રહેતું કે તે કોના પર ફાયરિંગ કરી રહ્યો છે. ગોળી ખતમ થતાની સાથે તે ફરીથી નવી મેગેઝિન લગાવતો અને ફાયરિંગ શરૂ કરી દેતો હતો.

મેગેઝિન પુરી થયા બાદ થોડાસમય માટે સન્નાટો છવાઈ જતો હતો. આ સમય દરમિયાન લોકોના કણસવાનો અવાજ આવતો હતો. જોકે ત્યારે જ ફરીથી ફાયરિંગનો અવાજ શરૂ થઈ જતો હતો.

અનેક વખત તે ઘાયલ થયેલા લોકો ઉપર પણ ઉભો રહેતો હતો અને પોતાની ગનને રિ-લોડ કરતો હતો. બાદમાં તે ફરીથી એ લોકો પર ફાયરિંગ કરતો હતો અને એવું નિશ્ચિત કરતો હતો કે તે મોતને ભેટ્યો છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર, 30 લોકોનાં મોત

અલ નૂર મસ્જિદમાં એક સાથે 300 લોકો નમાઝ પઢી શકે છે. મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ બાદ ટેરન્ટ મસ્જિદ બહાર આવે છે અને બે જગ્યા પર ફાયરિંગ કરે છે. બાદમાં તે પોતાની કાર પાસે પહોંચે છે.

મસ્જિદથી બહાર નીકળતા પહેલા તે લોકોની લાશો અને લોહીના ખાબોચીયા વચ્ચેથી પસાર થાય છે. સાથે જ તે જમીન પર પડેલા લોકોનાં માથામાં ગોળી મારે છે અને નક્કી કરે છે કે તેઓ મરી જ ગયા છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ ફાયરિંગ: બાંગ્લાદેશ - ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલથી શરૂ થનારી ટેસ્ટ મેચ રદ

જ્યારે તેને લાગ્યું કે તમામ લોકો મરી ગયા છે ત્યારે તે બહાર આવ્યો હતો અને મસ્જિદની લોનમાં જોવા મળેલા વ્યક્તિ પર ફાયરિંગ કરે છે.

આ દરમિયાન શૂટરને પોતાના તરફ આવતો જોઈને એક મહિલા શેરીમાં જમીન પર પડી પડી 'બચાવો બચાવો'ની બૂમો પાડે છે. ટેરન્ટ તેની પાસે જઈને તેના માથામાં બે ગોળી ધરબી દે છે.

બાદમાં તે પોતાની કાર પાસે પરત ફરે છે અને મહિલાની બોડી પરથી કાર ચલાવે છે. આ દરમિયાન તે પોતાની કારની બારીમાંથી વધુ એક વ્યક્તિ પર ગોળી ચલાવે છે.

First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर