ફ્રાન્સમાં પણ 'ચોકીદાર ચોર હૈ'નો નારો ચાલે છે:ધરમપુરમાં રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: February 14, 2019, 5:42 PM IST
ફ્રાન્સમાં પણ 'ચોકીદાર ચોર હૈ'નો નારો ચાલે છે:ધરમપુરમાં  રાહુલ ગાંધી
લાલ ડુંગરીની સભામાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દે વડા પ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા.

લાલ ડુંગરીમાં રાહુલે ભાષણની શરૂઆત જ 'ચોકીદાર ચોર છે'ના નારાથી કરી. રાહુલ જણાવ્યું કે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ પણ સ્વીકારે છે કે ચોકીદાર ચોર છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: વલસાડના લાલ ડુંગરીની ઐતિહાસિક મેદાનથી  વિશાળ જનમેદનીનું સંબોધન કરતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર રાફેલ ડીલ મુદ્દે પ્રહારો કર્યા હતા. રાહુલે ફરી એક વાર જણાવ્યું હતું કે રાફેલમાં ગોટાળો થયો છે અને વડા પ્રધાન ચોર છે.  રાહુલ જણાવ્યું હતું કે વડા પ્રધાને ચોરી કરી છે અને રફાલમાં ગોટાળો કર્યો છે, તેવું ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ પણ સ્વીકારે છે.  રાહુલના મતે ફ્રાન્સમાંં પણ 'ચોકીદાર ચોર હે'નો નારો ચાલે છે.

રાહુલે ભાષણની સરૂઆતમાં કહ્યુ, “રફાલના મામલે તમે જોયું સંરક્ષણ મંત્રાલય, એરફૉર્સના લોકોએ સ્પષ્ટ લખીને કહી દીધું કે નરેન્દ્ર મોદીએ દસૉ કંપની સાથે સમાંતર વાટાઘાટો કરી રહ્યાં હતા. સરકારી કાગળિયામાં લખ્યું છે કે નરેન્દ્ર મોદીએ એક ઉદ્યોગપતિને 30,000 રૂપિયા એરફોર્સ પાસેથી આંચકી લીધા એટલે તમે કહો છો, ચોકીદાર ચોર છે. પહેલાં નારો હતો, અચ્છે દીન આયેંગે હવે નારો છે, ચોકીદાર ચોર છે.”

રાહુલે વધુમાં કહ્યું, “વાયુ સેના એરપોર્ટ, એરફોર્સ પાસેથી આંચકી લઈને એક ઉદ્યોગપતિને આપો છો. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે રફાલ જહાજ વેચવા હોય તો અનિલ અંબાણીને લાવો ફ્રાંસ પણ ચોકીદાર ચોર નારો ચાલે છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ કહે છે ચોકીદાર ચોર છે. લોકસભા અને ભાષણ આપે છે, ત્યારે આંખમાંથી આંખ મેળવી નથી શકતા,   મેં લોકસભામાં તેમને  ચાર સવાલ પુછ્યા, નવી ડીલમાં ભાવ શું હતો ? એચએએલને સાઇડમાં કેમ મૂકી?, એક  ઉદ્યોપગતિ  ઉપર કરજ હતું તેને શા માટે કોન્ટ્રાક્ટ આપ્યો. ? તેમણે દોઢ કલાક ભાષણમાં, આમ તેમ જોયું, ગુજરાતની જનતા જેમણે પોતાની બધી તાકાત હિંદુસ્તાનને આપી તેમની આંખમાં પ્રધાન મંત્રી આંખ ન મેળવી શક્યા. ચોરી રફાલમાં જ નથી થઈ. દરેક પ્રદેશમાં ચોરી થઈ છે, દરેક કામમાં ચોરી થઈ છે. ”
First published: February 14, 2019, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading