મોદીએ ચૂંટણીનું રણશીંગુ ફુંક્યુ: વિરોધીઓને કહ્યું, "આ ચોકીદાર કોઇ ચોરને છોડશે નહીં"

News18 Gujarati
Updated: January 12, 2019, 4:25 PM IST
મોદીએ ચૂંટણીનું રણશીંગુ ફુંક્યુ: વિરોધીઓને કહ્યું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

કોંગ્રેસ કાયદા દ્વારા આયોધ્યા મામલે અડચણ ઊભી કરે છે. કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરવા પ્રયાસ કરી રહી છે

  • Share this:
દિલ્હીનાં રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાષણ આપ્યું હતું. મોદીએ સંબોધનમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અગાઉની સરકાર કૌભાંડોની સરકાર હતી, અમારી પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી.

રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ચોકીદાર જ ચોર છે એમ કહી તેમના પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરે છે પણ મોદીએ આજે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ ચોકીદાર કોઇ ચોરને છોડશે નહી. ભલે તે વિદેશ ભાગી જાય”.

મોદી એમ પણ કહ્યું કે, કોંગ્રેસ કાયદા દ્વારા આયોધ્યા મામલે અડચણ ઊભી કરે છે. કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ઇચ્છતી નથી કે અયોધ્યા વિષ્યનો અંત આવો.

બિન અનામત વર્ગ માટે તાજેતરમાં મોદી સરકારે 10 ટકા અનામત જાહેર કરી છે. આ મામલે તેમણે કહ્યું કે, 10 અનામત નવા ભારતનાં આત્મવિશ્વાસને વેગ આપશે.

સંબોધનમાં મોદીએ ગઠબંધન પર પ્રહાર કરતાં કહ્યું કે, અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ, પણ એ લોકો મજબૂર સરકાર ઇચ્છે છે. એક વ્યક્તિ વિરુદ્ધ બધા એક થઇ રહ્યાં છે. હું ગુજરાતનો CM હતો ત્યારે મને પરેશાન કર્યો હતો. અમિત શાહને જેલ મોકલ્યા હતા. આજે તેઓને CBI સ્વીકાર્ય નથી. આવા લોકોના હાથમાં રાજ અપાય?

અધિવેશનમાં અમિત શાહે દેશભરમાં ફરી ભાજપની જીતનો દાવો કરતાં કહ્યું કે, યુપીમાં અમે 50% લડાઇ માટે તૈયાર છીએ. આ વખતે 73થી વધીને 74 સીટો જીતીશું. શાહે દેશમાં 350થી વધુ સીટો જીતવાનો દાવો કરતાં ભાજપનો લક્ષ્યાંક નક્કી કર્યો.
First published: January 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading