ચંદ્રાબાબુનું 'મિશન ગઠબંધન' રાહુલ સાથે કરી મુલાકાત, આ નેતાઓને પણ મળશે

News18 Gujarati
Updated: May 18, 2019, 1:37 PM IST
ચંદ્રાબાબુનું 'મિશન ગઠબંધન' રાહુલ સાથે કરી મુલાકાત, આ નેતાઓને પણ મળશે
ચંદ્રાબાબુ નાયડુ અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

સોનિયા ગાંધી અને તેમની ટીમ ફરી એખ વાર સક્રિય થઈ ગઈ છે. અનેક એવી ક્ષેત્રીય પાર્ટી છે જે રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ કરવામાં અસહજ થશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભા ઇલેક્શન 2019ના અંતિમ તબક્કાનું રવિવારે મતદાન થશે અને 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. એક બાજુ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકાર રચવાનો દાવો કર્યો છે તો બીજી બાજુ વિપક્ષ ફરી ગઠબંધન કરવાની કવાયતમાં લાગી ગયો છે.

વિપક્ષ એવું માની રહ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં મળે. આ સ્થિતિમાં વિપક્ષે બહુમતી કેવી રીતે મેળવવી તેના માટે કવાયત હાથ ધરી છે. આ મિશન અંતર્ગત આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી અને તેલુગુદેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ 'મિશન ગઠબંધન'ના ભરપુર પ્રયાસો શરૂ કરી દીધા છે.

ચંદ્રાબાબુ નાયડુએ શનિવારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ લખનઉ જઈ અને બસપા સુપ્રીમો માયાવતી અને સપા સુપ્રીમો અખિલેશ યાદવ સાથે મુલાકાત કરશે. અગાઉ નાયડુએ શુક્રવારે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :  EXclusive : સરકાર રચવા માટે કોંગ્રેસે બનાવ્યો આ માસ્ટર પ્લાન

નાયડુએ વિપક્ષના નેતાઓ સાથે તબક્કાવાર મુલાકાત કરી છે. સુત્રો મુજબ તેમણે કોંગ્રેસના મહાસચિવ અભિષેક મનુ સિંઘવી અને માકપાના મહાસચિવ સીતારાવ યેચુરી સાથે પણ મુલાકાત કરી હતી. એવી અટકળો છે કે નાયડુ શરદ યાદવ સાથે પણ મુલાકાત કરી શકે છે.

કોંગ્રેસનો માસ્ટર પ્લાન
યુપીએના પ્રમુખ સોનિયા ગાંધીની ફાઇલ તસવીર


કોંગ્રેસનો આ ઇતિહાસ છે કે 100 બેઠકો પાર કરતા જ સરકાર ઘડવાની રણનીતિ નક્કી કરવામાં તેમના મુકાબલો થઈ શકતો નથી. આ વખતે પણ આ કામ સોનિયા ગાંધીએ પોતાના હાથમાં લીધું છે. આ સાથે જ સોનિયા ગાંધીની એક ટીમ સક્રિય થઈ ગઈ છે. તેમને ખબર છે કે કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓ એવી છે જે રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ સાધવામાં અસહજ થશે. આ માટે રણનીતિકાર તરીકે સોનિયા ગાંધીને લાવવામાં આવ્યા છે. 23મી મેના રોજ પરિણામ જાહેર થતા પહેલાં કોંગ્રેસ આયોજન તૈયાર કરી રહી છે.

આ પણ વાંચો :  300 બેઠકો જીતીને એનડીએની સરકાર બનાવીશું : અમિત શાહ

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ સહયોગીઓ સાથે મળી એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ ડ્રાફ્ટ રાષ્ટ્રપતિને આપવામાં આવશે અને એવો પ્રયાસ કરાશે કે NDAનો એક મોટો સમૂહ નરેન્દ્ર મોદી વિરોધી છે. કોંગ્રેસને એવું લાગે છે કે ભાજપને વર્ષ 2014ની સરખામણીએ આ વખતે 100 સીટનું નુકશાન થશે જેનો સીધો ફાયદો ક્ષેત્રીય દળોને થશે.
First published: May 18, 2019, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading