Home /News /national-international /Holi 2023: વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામે અહીં મનાવી હતી પ્રથમ હોળી, આજે પણ અહીં થાય છે લોકોની ભીડ
Holi 2023: વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામે અહીં મનાવી હતી પ્રથમ હોળી, આજે પણ અહીં થાય છે લોકોની ભીડ
પ્રભુ શ્રીરામે અહીં મનાવી હતી હોળી
ચિત્રકૂટના મહંત મોહિત દાસ જણાવે છે કે, ભગવાન જ્યારે અયોધ્યામાં હતા, ત્યાર રાજા રામ હતા. તો વળી જ્યારે તેઓ વનવાસ દરમિયાન ચિત્રકૂટ આવ્યા, ત્યારે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ બન્યા, તેમણે પોતાના વનવાસની પ્રથમ હોળી કોલ સમુદાય અને સાધુ સંતો સાથે મનાવી હતી.
ચિત્રકૂટ: પ્રભુ શ્રીરામે પોતાનો સૌથી વધારે સમય ચિત્રકૂટમાં પસાર કર્યો હતો. તેના જ કારણે ચિત્રકૂટ સાથે તેમને ખૂબ લગાવ હતો. ચિત્રકૂટમાં આજે પણ પ્રભુ શ્રીરામની યાદો સચવાયેલી છે. લોકો દૂર-દૂરથી ચિત્રકૂટ પહોંચીને પ્રભુ શ્રીરામને ચિન્હોનો જોવે છે. એટલુ જ નહીં મંદાકિનીના કિનારે સાંજ થતાંજ શ્રદ્ધાળુઓ બેસીને શાંતિ અનુભવે છે. તો વળી ભગવાન શ્રીરામે પોતાના વનવાસની પ્રથમ હોળી ચિત્રકૂટમાં જ રમી હતી.
ચિત્રકૂટના મહંત મોહિત દાસ જણાવે છે કે, ભગવાન જ્યારે અયોધ્યામાં હતા, ત્યાર રાજા રામ હતા. તો વળી જ્યારે તેઓ વનવાસ દરમિયાન ચિત્રકૂટ આવ્યા, ત્યારે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ બન્યા, તેમણે પોતાના વનવાસની પ્રથમ હોળી કોલ સમુદાય અને સાધુ સંતો સાથે મનાવી હતી. એટલા માટે ચિત્રકૂટનું મહત્વ વધી જાય છે. સાથે જ પ્રભુ રામ અહીં આવીને પોતાની યાદો, જીવ-જંતુ અને ઝાડ-છોડ મુકીને ગયા. ચિત્રકૂટના મહંત મોહિત દાસે જણાવ્યું કે, ભગવાન રામની બીજી હોળી અયોધ્યામાં થઈ હતી.
પહેલા પર્વતોને લગાવવામાં આવતો હતો ગુલાલ
ચિત્રકૂટના મહંત મોહિત દાસ જણાવે છે કે, ચિત્રકૂટમાં પ્રભુ શ્રીરામ જે પર્વતમાં રહેતા હતા. તે કામદગિરી પર્વત હતો. આ પર્વતને પ્રભુ શ્રીરામે આશીર્વાદ આપ્યા હતા કે, જે પણ ચિત્રકૂટમાં આવશે, તે કામદગિરીના દર્શન કર્યા બાદ પરિક્રમા લગાવીને ચોક્કસથી જાય. હોળીમાં શ્રદ્ધાળુઓની ભીડ અહીં લાગે છે. હોળીના પર્વમાં સૌથી પહેલા લોકો કામદગિરિમાં જઈને પરિક્રમા લગાવે છે. સાથે જ ગુલાલ ચડાવ્યા બાદ જ લોકો હોળી રમવાનું શરુ કરે છે. મહંત મોહિત દાસે કહ્યું કે, ચિત્રકૂટમાં કામદગિરી પર્વતમાં પ્રભુ રામ, માતા સીતા અને તેના નાના ભાઈ લક્ષ્મણ રહેતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર