Home /News /national-international /ચિરાગ પાસવાને PM મોદી અને જેટલીને પૂછ્યું- નોટબંધીથી શું ફાયદો થયો?

ચિરાગ પાસવાને PM મોદી અને જેટલીને પૂછ્યું- નોટબંધીથી શું ફાયદો થયો?

ચિરાગ પાસવાન (Image-Facebook)

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એલજેપી પણ હવે એનડીએને બાય-બાય કરવાનું છે

ન્યૂઝ18 ગુજરાતી: સીટ શેરીંગ પર લોક જનશક્તિ પાર્ટી (LJP)ની ભાજપ સાથે નારાજગીની વચ્ચે અહેવાલ મળી રહ્યા છે કે ચિરાગ પાસવાને નોટબંધીની સફળતાને લઈને સવાલ ઉઠાવ્યા છે. સૂત્રો અનુસાર, તેઓએ પીએમ મોદી અને નાણા મંત્રી અરુણ જેટલીને પત્ર લખી નોટબંધીના ફાયદા વિશે જાણકારી માંગી છે. લોક જનશક્તિ પાર્ટી સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાને આ પત્રનું રાજકીય મહત્વ છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એલજેપી પણ હવે એનડીએને બાય-બાય કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ગત 18 ડિસેમ્બરે ચિરાગ પાસવાને ભાજપને ચેતવણી આપતા એક ટ્વીટ કર્યું હતું, તેઓએ લખ્યું હતું કે, ટીડીપી અને RLSPનું એનડીએ ગઠબંધનમાંથી અલગ થયા બાદ આ ગઠબંધન નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એવા સમયમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધનમાં હાલ બચેલા સાથીઓની ચિંતાઓને સમયસર સન્માનપૂર્વક રીતે દૂર કરે.

ન્યૂઝ18ના ખાસ કાર્યક્રમ ચૌપાલમાં પણ ચિરાગ પાસવારને સીધા શબ્દોમાં કહ્યું છે કે જો ભાજપ મુદ્દાઓનું રાજકારણ નહીં કરે તો નુકસાન નક્કી છે. પાસવાને કહ્યું કે, જો પોતાના વિકાસના એજન્ડા પર કાયમ રહેશે તો આપણે 2014માં મળેલી સફળતાનું પુનરાવર્તન કરી શકીશું, નહીં તો આપણને નુકસાન નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2014માં ભાજપે બિહારમાં 22 સીટો જીતી હતી. ત્યાં કેન્દ્રીય મંત્રી રામવિલાસની પાર્ટી એલજેપી 7 સીટો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 6 સીટો પર તેને જીત થઈ હતી. આ ઉપરાંત, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSP 3 સીટો પર ચૂંટણી લડી હતી અને ત્રણેય પર તે વિજયી રહી હતી.
First published:

Tags: Chirag Paswan, Demonetization, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી