Video: દુર્ઘટનાનો શિકાર બનેલા હેલિકોપ્ટરના કાટમાળને કેદારનાથથી લઈ ગયું ચિનૂક

કાટમાળને લઈ જતું ચિનૂક હેલિકોપ્ટર.

વર્ષ 2018માં કેદારનાથ મંદિરની પાછળ સ્થિત હેલિપેડ પર ઉતરતી વખતે વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

  • Share this:
    રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડ (Uttarakhand) સ્થિત રુદ્રપ્રયાગ (RudraPrayag)માં વર્ષ 2018માં થયેલી દુર્ઘટનામાં ભારતીય વાયુસેના (India Airforce)ના MI17 હેલિકોપ્ટર (MI 17 Helicopter)ના કાટમાળને ચિનૂક હેલિકોપ્ટરની મદદથી નજીકના એરબેઝ સુધી લઈ જવામાં આવ્યો છે. આ હેલિકોપ્ટરના કાટમાળને ત્યાંથી હટાવવા માટે છેલ્લા 15 દિવસથી તૈયાર ચાલી રહી હતી.

    તાજેતરમાં વાયુસેનાના અધિકારીઓ કેદારનાથ પહોંત્યા હતા અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સ્થિતિની સમીક્ષા કરી હતી. વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટરના કાટમાળને ખસેડવા માટે ચિનૂક હેલિકોપ્ટરને શનિવારે કેદારનાથમાં MI-17 હેલિપેડ પર ઉતાર્યું હતું.

    વર્ષ 2018માં કેદારનાથ મંદિરની પાછળ સ્થિત હેલિપેડ પર ઉતરતી વખતે વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ઘટનામાં પાયલટને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે હેલિકોપ્ટર તૂટી ગયું હતું. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર MI-17ને ત્યાં જ છોડી દીધું હતું.

    આ પણ વાંચો: દિલ્હી: કોરોનાથી મોતને ભેટલા આરિફ ખાનની પત્નીને રાષ્ટ્રપતિએ આપી બે લાખ રૂપિયાની સહાય 

    એ વખતે જાણકારી આપવામાં આવી હતી કે કેદારનાથ મંદિર પાસે હેલિપેડમાં ઉતરતી વખતે લોખંડના ગર્ડર સાથે ટક્કર બાદ વાયુસેનાના એક કાર્ગો હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ચાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

    ઘટના પછી રુદ્રપ્રયાગના જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, વાયુસેનાનું માલવાહક હેલિકોપ્ટર એમઆઈ-17 ગુપ્તકાશીથી કેદારનાથ જઈ રહ્યું હતું પરંતુ હેલિપેડ પર ઉતરતી વખતે તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હેલિકોપ્ટર કેદારનાથમાં યાંત્રિક સામગ્રી પહોંચાડવા જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: